મહારાષ્ટ્રથી ગુજરાતમાં આ રીતે ઘૂસેલ દારૂ ઝડપાયો

બુટલેગરોનો વધુ એક કીમિયો

મહારાષ્ટ્રથી ગુજરાતમાં આ રીતે ઘૂસેલ દારૂ ઝડપાયો

Mysamachar.in-નર્મદા:

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં વિવિધ નુસ્ખાઑ અપનાવીને બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુજવવા હરીયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી દારૂ ઘુસાડતા આવ્યા હોવાનું સમયાંતરે સામે આવતું રહે છે.એવામાં બુટલેગરોની વધુ એક તરકીબ પોલીસને સામે આવી છે.

જેમણે રઈસ મુવી જોયું હશે તેને દારૂની હેરાફેરી માટે કઈ રીતે સમુદ્રીમાર્ગનો ઉપયોગ થાય છે,તે ચિત્ર જોયું હશે.એવું જ ફરી વખત દારૂ ઘુસાડવા માટે સામે આવ્યું છે,હાફેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાંથી છોટાઉદેપુર એલસીબીએ સાડા ચાર લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં દારૂ સાથે રતન રાઠવા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

છોટાઉદેપુર પોલીસે ચોક્કસ બાતમીને આધારે હાફેશ્વર નજીક નર્મદા નદી કિનારે રેઇડ કરી હતી. જેમાં નર્મદા નદીમાં બોટ મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.