ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને આ રીતે ભારે પડી 

પોતે ગર્ભવતી થઇ, યુવક સંતાનનો બાપ નીકળ્યો અને પછી 

ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને આ રીતે ભારે પડી 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-બનાસકાંઠા:

આજના સમયમાં સોશ્યલ સાઈટના માધ્યમથી કોઈ અજાણ્યાના સંપર્કમાં આવી અને તેની સાથે સબંધો વધારવા એક યુવતી કે પછી કિશોરીને કેટલા ભારે પડે તેનો એક ચોકાવનારો પણ આજની યુવતીઓ માટે સબક સમાન કિસ્સો બનાસકાંઠા જીલ્લામાં સામે આવ્યો છે, જ્યાં એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. સગીરા પ્રેમી સાથે ફરવા જતી હતી અને આ સમયે તેની સાથે અનેક વાર શરીરસુખ પણ માણ્યું હતું. જોકે આ શરીરસંબંધથી સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. આથી તેણે પ્રેમીને લગ્ન માટે દબાણ કર્યું હતું. 

જોકે, પ્રેમીએ પોતે પરણીત હોવાનો અને પોતાને સંતાન પણ હોવાનો ધડાકો કરતાં સગીરાના હાલત જોયા જેવી થઇ હતી, આમ સોશ્યલ મીડિયા થકી બંધાયેલ સબંધોમાં દગો મળતા સગીરા ભાંગી ગઈ હતી અને તેણે મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. મહિલા હેલ્પ લાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને કાયદાની સમજ આપી હતી. તેમજ તેને સુરક્ષિત રીતે પાલનપુર ખસેડી હતી.

વડનગરની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર પાલનપુરના એક યુવક સાથે પરિચય થયો હતો. આ પરિચય આગળ વધતાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પછી તો બંને વચ્ચે મુલાકાતો થવા લાગી હતી અને બંને સાથે ફરવા પણ જતાં હતા. આ દરમિયાન યુવકે સગીરા સાથે અનેકવાર શરીરસુખ પણ માણ્યું હતું. આ સંબંધથી સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. સગીરા ગર્ભવતી થતાં તેણે પ્રેમીને લગ્ન માટે દબાણ કરતાં તે પરણીત હોવાનો ધડાકો થયો હતો. પ્રેમમાં દગ્ગો મળતા સગીરાએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતાં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તો સગીરા પ્રેમી સાથે રહેવાની જીદ કરી રહી છે. જોકે, સગીરાની વય ઓછી હોવાથી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.