દવાના બોક્ષમાં વિદેશી શરાબની આ રીતે  થતી હતી હેરાફેરી..

દારૂ હેરાફેરી કરવાનો કારસો પોલીસે બનાવ્યો નિષ્ફળ

દવાના બોક્ષમાં વિદેશી શરાબની આ રીતે  થતી હતી હેરાફેરી..

Mysamachar.in-વલસાડ:

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં બુટલેગરો વધુ બેફામ બન્યા હોય તેમ એટલા માટે લાગે છે કારણ કે નિતનવી યુક્તિ પ્રયુકીતીઓ થી બુટલેગરો દ્વારા બહારના રાજ્યમાંથી દારુ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, વલસાડના પારડીમાં હાઈવે પરથી પસાર થતા ટેમ્પોમાં બોક્ષમાં દવાઓ ના બોક્ષમાંથી દવાની બદલે પેટીઓમાં વિદેશી દારૂ રાખીને બહુ સિફતથી તેનું દવા લાગે એ રીતે પેકીન્ગ કરવામાં આવ્યું હતું. દવાના બોક્ષમાં આ રીતે વિદેશી દારૂ હેરાફેરી કરવાના કારસ્તાનને પોલીસે નાકામ બનાવી દીધું છે,  ટેમ્પોમાં અંદાજે 10.75 લાખની કિંમતનો વિદેશી દારૂ સહિત 17.81 લાખનો મુદ્દામાલ વલસાડના હાઈવે પરની પોલીસે જપ્ત કર્યો છે.