Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો તથા નગરપાલીકા સામાન્ય પેટા ચૂંટણી-2021 અન્વયે મતગણતરી આવતીકાલના રોજ યોજાનાર હોઈ જેના મતગણતરી આવતીકાલે ક્યાં સેન્ટર પર અને કઈ રીતે યોજાશે તેની માહિતી આજે તંત્ર દ્વારા જાહેર કરાઈ છે.જે આ પ્રમાણે છે.
-જામનગર જિલ્લા-તાલુકા પંચાયત મતદાર વિભાગ : શ્રી હાલારી વિશા ઓશવાળ વિધાલય સાત રસ્તા પાસે, જામનગર
-કાલાવડ જિલ્લા-તાલુકા પંચાયત મતદાર વિભાગ : શ્રી મ્યુનિસીપલ હાઈસ્કૂલ, કાલાવડ
-ધ્રોલ જિલ્લા-તાલુકા પંચાયત મતદાર વિભાગ : શ્રી હરધ્રોળ હાઈસ્કુલ, જામનગર રાજકોટરોડ,ધ્રોલ
-જોડીયા જિલ્લા-તાલુકા પંચાયત મતદાર વિભાગ : શ્રી હરધ્રોળ હાઈસ્કૂલ, જામનગર રાજકોટરોડ,ધ્રોલ
-લાલપુર જિલ્લા-તાલુકા પંચાયત મતદાર વિભાગ : શ્રી વિવેકાનંદ વિધાલય, જામજોધપુર રોડ, લાલપુર
-જામજોધપુર જિલ્લા-તાલુકા પંચાયત મતદાર વિભાગ : શ્રી એ.વી.ડી.એસ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગીગણી રોડ, જામજોધપુર
-સિકકા નગરપાલીકા : શ્રી ડી.સી.સી. ટેકનીકલ હાઈસ્કુલ, સિકકા
-જામજોધપુર નગરપાલીકા (પેટા) : નગરપાલીકા કચેરી, પ્રથમ માળ, આર.ઓ.ઓફીસની સામેનો હોલ, જામજોધપુર
ઉપર મુજબના નિયત થયેલ સ્થળોએ મતગણતરી તારીખ : 02/03/2021ના રોજ સવારે 9:00 કલાકે શરૂ કરવામાં આવશે. દરેક મતગણતરી હોલ ખાતે કુલ 10 મતગણતરી ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે પ્રથમ રાઉન્ડમાં કુલ 10 મશીનની ગણતરી કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ સવારે 9:00 કલાકે શરૂ થશે, દરેક ચૂંટણી અધિકારીએ તેમના ઉમેદવારો એજન્ટો તેમજ મતગણતરી સ્ટાફ માટેનાં ઓળખપત્ર આપવામાં આવેલ છે. તે મુજબનાં ઓળખપત્ર પહેરેલા એજન્ટો તેમજ સ્ટાફને મતગણતરી હોલમાં પ્રવેશ આપવામાં આવશે.
મતગણતરી હોલ ખાતે મતગણતરી હોલ ઈનચાર્જ, મતગણતરીદાર, મદદનીશ મતગણતરીદાર તેમજ અન્ય સહાયક કર્મચારીઓ મળીને કુલ 1080 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે. મતગણતરી કેન્દ્ર ખાતે પુરતા પોલીસ બંદોબસ્ત માટે ડી.વાય.એસ.પી., પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ સબઈન્સ્પેકટર સહિત પુરતા પ્રમાણમાં પોલીસકર્મીઓ બંદોબસ્ત માટે રોકાયેલા રહેશે. મતગણતરી હોલ ખાતે કોઈ પણ પ્રકારનાં મોબાઈલ કે ઈલેકટ્રોનીકસ ગેઝેટ વાપરવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે.