આને કહેવાય દિકરી જન્મના વધામણાં

પ્રેરણાદાયી કિસ્સો

આને કહેવાય દિકરી જન્મના વધામણાં

Mysamachar.in-મોરબી:

આજના જમાનામાં પણ સ્ત્રીભૃણ હત્યાના કિસ્સાઓ સામે આવે તો કાળજું કંપી જાય, ત્યારે કેટલાક પરિવારો એવા પણ હોય છે, જેના માટે દીકરીનો જન્મ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હોય છે.આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે, જે પુત્રપ્રાપ્તિની અપેક્ષા રાખતા પરિવારો માટે ચોક્કસથી પ્રેરણાદાયી છે.

મોરબીના જાંબુડીયા ગામમાં રામાનુજ પરિવારના ઘરે દીકરીનો જન્મ થતાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પૈસાના ઢગલા પર સૂવડાવી દિકરી જન્મના અનોખા વધામણા પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા.

જાંબુડીયા ગામે રહેતા હરેશભાઈ રામાનુજ તથા તેમની પત્ની ડિમ્પલબેનને ઘરે દીકરીનો જન્મ થતા સાક્ષાત લક્ષ્મીજી ઘરે પધાર્યા હોય તેમ તેને ચલણી નોટો પર સુવડાવી હતી. તેમણે 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની ચલણી નોટો પાથરીને દીકરીને તેના પર સૂવડાવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર દીકરીનો જન્મ થતાં ખુબ ખુશ થયા હતા. માટે આ રીતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.