Mysamachar.in-ગુજરાત:
છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં એક જ વાતની ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છે તેમાં રાજકીય હોય કે બિન રાજકીય લોકો હોય ચુંટણી વહેલી આવશે કે સમયસર જ આવશે, જો કે આ નિર્ણય ચુંટણીપંચનો હોય છે, પણ ચર્ચાઓ તો ગમે તે ચાલે….એવામાં આ ચોતરફ ચાલી રહેલ ચર્ચાઓનું વિશ્લેષણ my samachar દ્વારા કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે કરવામાં આવ્યું ત્યારે ઘણા તલસ્પર્શી મુદ્દાઓ એવા સામે આવ્યા કે જેને જોતા એવું લાગે કે આવું હોય માટે જ કદાચ ચુંટણી સમય કરતા વહેલી યોજાઈ પણ જાય..?
તાજી રસોઇ જેવી બની ઘણી બાબતોમાથી અમુક જ જોઇએ તો વહેલાસર તે “ભોજન”લહાવો ડોરામણ થાય ઇ પહેલા લેવો ઘટે-સંદર્ભ ભાજપનુ વધુ ને વધુ બેઠકોનુ ભીંસ પહેલા આયોજન– વિપક્ષમાં -નવા જુનીનો અણસાર હતો જ માટે વહેલુ “લડી” લેવાનો વધતો ધલવલાટ સતાધારી પક્ષની સાચી કોર કમીટી દ્વારા ગુજરાતભરમા અને ગુજરાત બહાર અનેક પ્રજાલક્ષી નિર્ણયો(ભલે તેના બેઇઝ બનતા અમલ થતા સાચો લાભ મળતા સમય વિતી જશે) લેવાયા અને લેવાય રહ્યા છે અનેક આયોજનો મેગા ઇવેન્ટસ ગાબડા પુરવા નિતિ રીતિ બદલતી રહેવી જરૂર પડ્યે સિદ્ધાંત થોડા દી પડતા મુકવા…..વગેરે વગેરે ઘણુ બની રહ્યુ છે, તો સતાધારી સામે લડત આપવા વિપક્ષ પણ સજ્જ થાય જ ને તે સ્વાભાવિક છે પરંતુ જે રીતે ઘટનાક્રમ બને છે તે ઝડપ જોતા અને એક બાદ એક ઉપરાછાપરી રાત દિવસ એક કરાય છે, તે જોતા જ વહેલી ચુંટણીનુ અનુમાન કરવા વિચારકોને પ્રેરણા મળે છે, માટે જ વ્યુઅર્સને ફરી જણાવીએ કે અમુક મહત્વની બાવતો જેના ઉપર ફોકસ કરીએ તો ચુંટણી વહેલી થઇ શકે છે ના આ સમગ્ર રાજકીય વિશ્લેષણ ને સમજવુ સરળ રહેશે,
જેમ કે….
-સતાધારી પક્ષે જાન્યુઆરીમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી સમિતિની કરી જાહેરાત
-કોર ગ્રૃપના સભ્યો પણ જાહેર કરી દીધા
-જાન્યુઆરીમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખે દરેક મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પેજ સમિતિનો મેળવ્યો ચિતાર
-ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમોમાં નિમાયેલા રાજકીય પદાધિકારીઓની કામગીરીની સમીક્ષા યોજવમાં આવી
-બાકીના સાત જેટલા બોર્ડ નિગમના ચેરમેન પાસેથી રાજીનામું પણ લેવામાં આવ્યું.
-દિલ્હીથી પેજ સમિતિના કાર્યકર્તાઓને જાન્યુઆરીમાં એપના માધ્યમથી સંબોધન
-ફેબ્રુઆરી મહિનામાં બજેટ કામગીરી બાદ મોકૂફ રહેલી વાઈબ્રન્ટ સમીટ એપ્રિલમાં યોજાવાની સભાવના
-વિવિધ જિલ્લા વિસ્તારક મોકલીને પેજ સમિતિ ખરાઈ કામગીરી
-પ્રદેશ પ્રમુખ દ્વારા વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમો દ્વારા જીલ્લાઓ ખુંદવા અપાઇ હતી સુચના
-વિધાનસભામા લોકપ્રશ્નો જેમકે ઢોર, ખેતી લાભ, સલામતિ, શિક્ષણ, આરોગ્યના હુકમો બીલ સુધારા સહાય વધારવી હકારાત્મકતા રાખવા સનદીઓને સુચનાઓ વગેરે બાબતે ઝડપી કામગીરી
-સૌથી અગત્યનુ કે દાઢીબાબા ગુજરાતનો સર્વે અને પ્રોફાઇલ જાત અભ્યાસ કરી લેશન આપતા એકઠી વધુ વર્ગો લઇ સૌને ચકિત કરી લોકોને કેન્દ્રસ્થાને કેમ રાખવા? તેની અત્યાર સુધીનો સૌથી વધુ મનોમંથન સાથેની સુચનાઓ
-અગાઉ પટેલ મિનીસ્ટરો પુર્વ સહિત અને હાલના સાથે ઉપરાંત ગુજરાતના અમુક મોટા ગજાના નેતા સાથે દિલ્હી મુબઇ ક્યાય વિદેશ ક્યાક યુપીમા તો કયાક ગુજરાતમા જ થઇ રહેલી અનેક ઘનિષ્ઠ મીટીંગો
-ઓચિંતુ જ ગામડા તરફ ખેડૂત તરફ મોટી દોટ અને સમુનમુ કરવાની ગતિવિધી
-કામો મંજુર કરી કરાવીને તેમજ યોજનાઓ પોલીસીઓ બનાવીને ચોમેરથી પ્રચાર કરવા સાથે સંગઠનને પણ સરકારના નિર્ણયોનો ઢોલ પીટવાના આદેશ
-ટોપ કેડર પ્રશાસન મીટીંગમા અધુરા કામ આજ થતા હોય તો કાલ ન કરવાની સુચનાઓ
-મોટી રજુઆતો અરજીઓ ફરિયાદ સંદર્ભે ઝડપી કાર્યવાહીઓના હુકમો
-ગમા અણગમા દૂર કરવા જેનો ઉપયોગ કરવો પડે તે દરેક ક્ષેત્રના આપણા કે બીજાના આગેવાનોનો સહયોગ લઇ ઠીકઠાક કરવુ
-ચુંટણીપંચની ( યુપી ચુંટણી પરીણામ બાદ તુરંત તારીખ 10 માર્ચના જ) ગુજરાતના દરેક જિલ્લાને વિધાનસભા ચુંટણીનુ લેશન તાકીદે પુરૂ કરવા અપાયા માત્ર વીસ જ દિવસ…વગેરે દરેક મુદા ઉપર અભ્યાસ કરવાથી સ્પષ્ટતા મળી જાય છે
-એકાએક સરકારી કચેરીમા જુદી- જુદી ભરતીના ઓચિંતા વાયદાઓ (પછી ભલેને પેપર ફુટે અને બોલ્યુ પાળવામા વરસો નીકળે વાણી વિલાસ ટેક્સ ફ્રી છે માટે પ્રવક્તાઓ જામી પડે છે સૌ જાણતા હોય જાણકારોમા આવી ટકોર)
-રાજ્યના રાજસભા અને લોકસભાના તમામ સાંસદો સાથેની પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય પ્રમુખની ખાસ બેઠક