વાવાઝોડા બાદ તાપમાનને લઈને આવ્યા આ મહત્વના સમાચાર

આ તારીખથી ગરમીમાં થશે વધારો

વાવાઝોડા બાદ તાપમાનને લઈને આવ્યા આ મહત્વના સમાચાર
symbolic image

Mysamachar.in-અમદાવાદ

હજુ તો ગુજરાતના કેટલાય જિલ્લાઓને તાઉતે વાવાઝોડું ઘમરોળીને ગયું ત્યાં જ વધુ એક મહત્વના સમાચાર હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં આગામી દિવાસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે, થોડા દિવસની ઠંડક બાદ હવે ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 21 મે થી રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી શકે છે, અને રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે, મહત્વનું છે વાવાઝોડાની અસરને પગલે રાજ્યનના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો.. જેના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું કેટલાક શહેરામાં અને જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. એટલે કે શુક્રવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થઈ શકે  તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.