50,000 માં ભેંસ ખરીદી ભેંસ સરખી દોવા ના દેતા પાછી આપવા ગયા અને...

કાલાવડ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ 

50,000 માં ભેંસ ખરીદી ભેંસ સરખી દોવા ના દેતા પાછી આપવા ગયા અને...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે જે ભારે આશ્ચર્ય પમાડે તેવા હોય છે.આવો જ એક કિસ્સો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સામે આવ્યો છે.જેમાં જામજોધપુરના સડોદર ગામે વસવાટ કરતા અશોકભાઈ ઉર્ફે બુલેટ ચોવટિયાએ કાલાવડના મોટી વાવડી ગામે વસવાટ કરતા લાલાભાઈ જીવાભાઈ સાડમિયા પાસેથી 50,000 રૂપિયામાં ભેંસ ખરીદી કરી હતી જે ભેસ સરખી દોવા ન દેતા ફરીયાદી અશોકભાઈ ભેસ પાછી મુકવા ગયેલ અને જે બાબતે ભેસના પૈસા આ૫વાનુ અથવા બીજી ભેસ આ૫વાનુ કહેતા લાલભાઈ અને સંજયભાઈ સાડમિયાએ એકદમ ઉશ્કેરાઇ જઇ અશોકભાઈને જેમ ફાવે તેમ  ભુંડા ગાળૉ બોલી ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી એકબીજાને મદદગારી કર્યા સબબની ફરિયાદ નોંધાઈ છે.