પુત્રી હોવાના ગર્ભપરીક્ષણ માટે આ ડોક્ટર ૪૫૦૦૦ પડાવતો હતો

ક્લિનિકના તબીબ સહિત એક મહિલાની ધરપકડ

પુત્રી હોવાના ગર્ભપરીક્ષણ માટે આ ડોક્ટર ૪૫૦૦૦ પડાવતો હતો

mysamachar.in-રાજકોટ:

ગર્ભસ્થ શિશુના પરિક્ષણને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાને લઈને પીસી એન્ડ પીએન્ડડીટી એક્ટની ખુબ જ કડકાઈથી અમલવારી કરવામાં છતાં પણ પૈસાની લાલચે અમુક તબીબો ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગની સમયાંતરે થતી તપાસમાં બહાર આવતું રહે છે, 

સગર્ભા મહિલાના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તેના પરીક્ષણના રાજકોટમાં ધીકતો ધંધો ચાલતો હોય તેમ તાજેતરમાજ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન દ્વારા ઘરે ઘરે જઈને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવાના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરીને ચોટીલાની મહિલાની ધરપકડ કરી હતી ત્યારે રાજકોમાં  ગેરકાયદે ગર્ભપરીક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.જેમાં તબીબ તેમજ બે મહિલા એજ્ન્ટોની ધરપકડ કરવામાં આવી છે,

રાજકોટમાં સરદારનગર મેઇન રોડ પાસે કીરો એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં માટે ૩૦,૦૦૦ રૂપિયો લેવામાં આવે છે અને ગર્ભમાં જો પુત્રી હોય તો અલગથી ૧૫,૦૦૦ લેવામાં આવતા હતા એટલે ગર્ભમાં પુત્રી હોવાનું ગર્ભપરીક્ષણ કરવા માટે કુલ ૪૫,૦૦૦ની રકમ વસૂલવામાં આવતી હતી અને આ ધંધાનો ફેલાવો વધારવા માટે એક ઓટોરીક્ષા ચાલક મારફત પણ આ ધંધાને જાણકારી આપવામાં આવતી હતી, 

ત્યારે એક મહિલા દર્દીના સગાની ફરીયાદના આધારે આરોગ્ય વિભાગે સરદારનગર મેઇન રોડ પર ઉપરોક્ત ક્લિનિકમાં ડમી મહિલા ગ્રાહક મોકલીને ખરાઈ કરતાં આ સ્થળે ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ થતું હતું તેવું બહાર આવતા ક્લિનિકના ડો.જી.એલ.પટેલ અને એજન્ટ તરીકે કામ કરતી સુમિતાબા કમલેશસિંહ સરવૈયા અને લીલાબેન શાંતીલાલ સોલંકીને ઝડપી લેવામાં આવ્યાં હતા આ લોકોની સામે આરોગ્ય વિભાગના વડા ડો.હિરેન વિરાણીએ વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવીને સોનોગ્રાફી મશીન સીલ કરી અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.