પટેલકોલોની તસ્કરોનું ત્રીજી વખત નિશાન, આજે ૩ શટર ઊંચક્યા, ૨ મા પ્રયાસ 

આજે કાઈ હાથ ના લાગ્યું

પટેલકોલોની તસ્કરોનું ત્રીજી વખત નિશાન, આજે ૩ શટર ઊંચક્યા, ૨ મા પ્રયાસ 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરનો પટેલકોલોની વિસ્તાર તસ્કરો માટે હોટફેવરીટ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, તેમ જોત-જોતામાં આ વિસ્તારમાં ત્રણ વખત શટરો ઊંચકી નાખીને ચોરી અને ચોરીના પ્રયાસોની ઘટના સામે આવી છે, જેમાં સૌ પ્રથમ ઘટના તારીખ ૨૯ ઓગસ્ટના સામે આવી હતી...જેમાં બે દુકાનોના શટર ઉંચકાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ૬ સપ્ટેબર ના રોજ પણ વિકાસગૃહ સામે આવેલા કટલેરીનીદુકાન અને પટેલ કોલોની સાત નંબર નજીક આવેલ ફરસાણની દુકાનમા તસ્કરોએ હાથ અજમાવ્યો હતો, ત્યાં જ ગતરાત્રીના વધુ એક વખત પટેલકોલોની વિસ્તારમાં આવેલ ૨ દુકાનોના શટર ઉચકવાનો  તસ્કરોએ પ્રયાસ કર્યો હતો, જયારે અન્ય ત્રણ દુકાનોના શટર તો તસ્કરો થી ઊંચકી ગયા પણ તેમાંથી કાઈ હાથ ના લાગ્યાનું પોલીસ જણાવે છે,આમ એક જ રાતમાં ભરચક અને પોશ વિસ્તારમાં ચોરીનો પ્રયાસ શટર ઊંચકવાની ઘટનાનું પુનરાવર્તન થતા પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે.

-એક જ સરખી રીતે બની રહી છે વારંવારની ઘટનાઓ...
જે રીતે પટેલકોલોની વિસ્તારમાં ચોરી અને ચોરીના પ્રયાસની જે ઘટનાઓ સામે આવી રહી છે, તેમાં તસ્કરો એક જ સરખી રીતે દરેક જગ્યાએ શટરો ઊંચકી રહ્યાનું પણ જાણવા મળે છે, ત્યારે પોલીસ હવે આ તસ્કરોને ક્યારે ઝડપી શકશે તે જોવું રહ્યું...