જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા અંદાજે 100 તોલા સોનાના દાગીનાની ચોરી

પોલીસે તસ્કરો કોણ તેને શોધવા મથામણ શરુ કરી

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા અંદાજે 100 તોલા સોનાના દાગીનાની ચોરી
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં લાખોની ચોરીનો મામલો સવારમાં સામે આવતા પોલીસ દોડતી થઇ છે, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ નજીક આવેલ આનંદ સોસાયટીમાં રહેતા અને સિક્યુરીટી એજન્સી ચલાવતા આફતાબભાઈ શેખનું પોતાનું બે માળનું મકાન આવેલ છે, જેમાં ગતરાત્રીના બીજા માળે તેવો સુવા માટે ગયા હતા, દરમિયાન પહેલા માળે રાખવામાં આવેલ અંદાજે 100 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી તેના ઘરમાંથી તસ્કરો કરી ગયાની માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે, સવારે આફતાબ ભાઈ સહિતના પરિવારજનોને આ મામલો ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી છે અને ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ મામલે કેટલી અને શું ફરિયાદ નોંધાઈ છે જાણવા માટે my samachar સાથે જોડાયેલા રહેજો આ ઘટના અંગેની વધુ અપડેટ્સ પોલીસ દ્વારા આપ્યેથી અપડેટ કરવામાં આવશે.