ચોરી કરવા આવેલ તસ્કરે આરામથી થેપલા સોસ અને ચટણીની મોજ માણી

ચોરી કરવા આવેલ તસ્કરે આરામથી થેપલા સોસ અને ચટણીની મોજ માણી
symbolic image

Mysamachar.in-વલસાડ

તાજેતરમાં રાજકોટના ગોંડલમાં ચોરીની એક એવી ઘટના સામે આવી હતી, જેમાં તસ્કરોએ નમકીનના પેકેટને પણ છોડ્યા નહોતા, ત્યાં જ વધુ એક વખત આવી બીજી ઘટના સામે આવી છે, જ્યાં ઔદ્યોગિક નગરી વાપીમાં ચોરીની એક અજીબ ઘટના બની છે. વાપીના વાપી-સેલવાસ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર નાસ્તા એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં મોડી રાત્રે એક ચોર ચોરી કરવા ઘૂસ્યો હતો. જોકે, આ નાસ્તાની દુકાન હોવાથી તે ખાવાની વસ્તુઓની સુગંધથી બધુ ભૂલી ગયો હતો!

જે બાદમાં તેણે દુકાનમાં રાખેલા મેથીના થેપલા, સોસ અને ચટણીની બોટલ કાઢી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની સામેના ટેબલ પર આરામથી થાળી સજાવી હતી. ત્યારબાદ થેપલા સાથે સોસની લિજ્જત માણી હતી. જો કે દુકાનમાંથી નીકળતા પહેલા પણ સિગારેટ અને પાન-મસાલાનાં ઉઠાવી ફરાર થઇ ગયો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.