Mysamachar.in-જામનગર
ક્યારેક તસ્કરો દ્વારા કરવામાં આવતી ચોરી આશ્ચર્ય પમાડે તેવી હોય છે, ભૂતકાળમાં એવું સામે આવ્યું છે કે તસ્કરો સાઈકલ, સિગારેટ, નમકીનના પડીકાઓ ચોરી કરી ગયા હોય… ત્યારે જામનગરમાં પણ ચોરીનો આશ્ચર્ય પમાડે તેવો એક કિસ્સો સામે આવ્યો છે, શહેરના ખોડીયાર કોલોની હનુમાન ટેકરી ખુલ્લા ફાટક ની બાજુમા રહેતાઅશોકભાઇ ખીમજીભાઇ ગેડીયા રહેણાક મકાનના રૂમ તથા રસોડાના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ હાથ માર્યો છે, તસ્કરો રોકડા રૂપીયા 31000 તથા સોનાની વીટી નંગ-1 તથા સોનાના નાકના દાણા નંગ-4 તથા ચાંદીના સાકળા જોડી-2 તથા LED ટીવી નંગ-2 તથા ઇન્ડીયન ગેસના બાટલા નંગ-3 તથા કાસાની થાળી નંગ 95 તથા તેલના ડ્બ્બા નંગ-3 તથા નવી સાડી નંગ-10 જે બધાની કીમત 69700 મળી કુલ 100700 મુદામાલ ની કોઇ ચોર ઇસમ ચોરી કરી જવા સબબની ફરિયાદ નોંધાઈ છે.