જામખંભાળિયામાં પોલીસને દોડતી કરી મુકતી તસ્કર ગેંગ

જુઓ કેટલી જગ્યાએ કરી ચોરી

જામખંભાળિયામાં પોલીસને દોડતી કરી મુકતી તસ્કર ગેંગ

mysamachar.in-જામખંભાળિયા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયાના હરસિદ્ધિ નગરમાં તસ્કરોને રેઢુંપટ્ટ મળી જતા ગત રાત્રીના એકી સાથે પાંચ થી છ મકાનોને નિશાન બનાવીને અને એક દુકાનમાં ચોરી કર્યા ઉપરાંત બે વાહનો પણ ઉપાડી જતા આ વિસ્તારમાં દેકારો બોલી ગયો છે.પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ચોરીના બનાવ અંગે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે,

ચોરીના બનાવની વિગત મુજબ જામખંભાળિયાના હરસિદ્ધિનગર વિસ્તારમાં ગતરાત્રીના તસ્કરોની ગેંગ ત્રાટકીને એકી સાથે ૬ મકાનો અને ૧ દુકાનમાં ચોરી કરવાના ઇરાદાથી ઘુસ્યા બાદ ૩ મકાનો અને ૧ દુકાનમાંથી દર-દાગીના,રોકડ સહિત અંદાજે ૫૦ હજારની મતા હાથ લાગી હતી અને ઘરફોડ ચોરી કરીને તસ્કરો જતા સમયે બે મોટરસાઇકલો પણ ચોરી કરીને લઈ ગયાનું બહાર આવ્યું છે,

આ અંગે પી.એસ.આઈ.જાડેજાએ mysamachar.in સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે,ઘરફોડ ચોરી કરવા ઘુસેલા તસ્કરોએ 3 મકાન અને ૧ દુકાન ઉપરાંત ૨ મોટરસાઇકલ ચોરી કરી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.બાકીના છ મકાનોમાં કઈ હાથ ન લાગતાં આટાફેરા કરીને તસ્કરો ચાલ્યા ગયા હતા અને ૩ મકાનોમાં,૧ દુકાન અને ૨ મોટરસાઇકલોની હાલ ચોરી થયાનું સામે આવ્યું છે.

આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં ઠંડીના ચમકારા વચ્ચે પોલીસની ઠંડી ઉડાડવા માટે તસ્કરોએ એકી સાથે ત્રણ મકાન,દુકાન,વાહનોની ચોરી કરી જતાં આ વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.