Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે વાહનચોરીની વાત આવે એટલે પુરુષો જ વાહનચોરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવતું હોય છે, પણ અમદાવાદમાં એક મહિલા વાહનચોરીમાં વળગી હોવાનોં પર્દાફાશ પોલીસ ટીમે કર્યો છે, જુહાપુરામાંથી 6 એક્ટિવાની ચોરી કરનારી વિધવા મહિલાની વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી. મહિલા વાહન ચોરીના ગુનામાં પકડાઈ હોવાની પણ આ પહેલી જ ઘટના છે. આટલું જ નહીં આ મહિલા અગાઉ એનડીપીએસના કેસમાં સંડોવાઈ ચુકી હોવાનું પણ સામે આવ્યું છે, જુહાપુરા વિસ્તારમાંથી છેલ્લા 4 દિવસમાં 6 એક્ટિવાની ચોરી થઈ હતી, જેથી પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં આ તમામ એક્ટિવા એક મહિલા ચોરી કરીને લઈ જતી હોવાનું દેખાયુ હતુ. જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાતી મહિલા રાબીયાબાન રંગરેજને ઝડપી લીધી હતી. પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેના પતિનું અવસાન થયુ હતુ.પરિવારનું ગુજરાન ચલાવવા અને આર્થિક ભીંસમાં આવેલી રાબિયાબાનુએ વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું.રાબિયાબાનુ ઘરેથી એકટિવા લઈને નીકળતી હતી, ત્યારબાદ જે એક્ટિવા ચોરી કરવાનું હોય તેની બાજુમાં જ પોતાનું એકટિવા પાર્ક કરી દેતી હતી. ત્યારબાદ તે ડુપ્લિકેટ ચાવી ભરાવીને બાજુનું એક્ટિવા ચાલુ કરીને લઈને જતી રહેતી હોવાની મોડસ ઓપરેન્ડી હોવાનું પણ સામે આવ્યું છે.