કાલાવડની જનતાને કઈ રીતે “ત્રીપુટી” બનાવે છે મૂર્ખ થયો ખુલાસો

શું છે સમગ્ર મામલો?

કાલાવડની જનતાને કઈ રીતે “ત્રીપુટી” બનાવે છે મૂર્ખ થયો ખુલાસો

mysamachar.in-જામનગર:

કાલાવડ તાલુકામાં રસ્તાના કામ મામલે અનેક ફરિયાદો ઉપરાંત ટૂંકાગાળામાં જ મોટાભાગના રસ્તા ખુલી જતાં કાલાવડ માર્ગ અને મકાન પેટાવિભાગના ભોપાળા ખુલવા પામ્યા છે તેવામાં વધુ એક સ્ફોટક ખુલાસો થવા પામ્યો હોય તેમ કાલાવડ તાલુકાની જનતાને મૂર્ખ બનાવીને એક નેતાના ઇશારે અને છત્રછાયા હેઠળ મારી સામે ચૂંટણી લડેલા ઉમેદવાર જ રસ્તાના કામો રાખતા હોવાનો ધડાકો ૭૬-કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ કરતાં કાલાવડમાં સનસનાટી ફેલાઈ છે, 

આ વિસ્તારની જનતાએ ૭૬-કાલાવડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે જેને જવાબદારી સોંપી છે,તેવા પ્રવીણભાઈ મુછડીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે,કાલાવડ તાલુકામાં રસ્તાના કામો મારી સામે ચુંટણીમાં ઊભા રહેલા ઉમેદવાર જ રાખે છે અને કાલાવડ તાલુકાની જનતા આ બધુ જાણે છે અને આ વ્યકિતને નેતા છાવરતા હોવાથી કાલાવડ તાલુકામાં રસ્તાના કામો નબળા કરીને મલાઈ નેતા સુધી પહોંચાડવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો,

વધુમાં પ્રવીણ મુછડીયા દ્વારા મોટા-વડાળાથી પાતા મેઘપર સુધીના તેમજ અન્ય રસ્તાના કામોની ફરિયાદ કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓએ ગણકારતા ન હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે આ અધિકારી પર પણ નેતાનો હાથ હોય નિયમિત તેના વચેટિયા મારફત હપ્તો પહોંચાડીને સાચવી લેવામાં  આવતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે,

તેવામાં ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ કાલાવડ તાલુકામાં રસ્તાના કામ મામલે પેટ છૂટી વાત કરીને કાલાવડના અધિકારી, તેની સામે ઉમેદવાર તરીકે ઉભેલ વ્યકિતનો અને મોટા ગજાના નેતા મળીને આ ત્રણેય ‘‘ત્રીપુટી’’ પ્રજાને કેવી રીતે મૂર્ખ બનાવી રહ્યા છે તેનો સચોટ ખુલાસો થવા પામતા આ મામલે એક જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતી કરાઇ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.