Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની ઓડીટ શાખાએ જુદી-જુદી શાખાઓની જેમ ફાયર અને લેબર શાખાની ખામીઓ શોધી છે, જેના પર સ્ટેન્ડીંગ કમીટીએ ગંભીર નોંધ કરી છે, ફાયર શાખામા અઢી વર્ષ સુધી તસલમાત ક્લીયર નથી કરતા અરે પેટ્રોલ પંપ પર રૂપિયા જમા રાખે છે!!! પછી તેના હિસાબ સમયસર નથી કરાતા તેમજ ડીઝલ વપરાશ યોગ્ય થાય છે કે નહી તેનુ જસ્ટીફીકેશન નથી વાહનોના વીમા પ્રિમીયમ કેટલા ભર્યા તે દર્શાવતા નથી ને રિપોર્ટ પણ ઓડીટને અપાતા નથી તે સિવાય રિપેરીંગના જંગી ખર્ચ ન્યાયી છે કે કેમ તે પણ સ્પષ્ટ થાય તેમ નથી આવી બાબતે ગંભીરતા કેમ નથી લેવાતી? તે સવાલ પેરા ઉપરથી સહેજે થાય છે.
તેવી જ રીતે લેબર શાખા લબાડ શાખા બનતી જાય છે તે કોઇ કેસની સચોટ વિગત ઓડીટને આપતા જ નથી જુના કેસ નવા કેસ ચુકાદા બાકી કેસ વગેરે વિગત અપાતી નથી તેનુ કારણ કંઇક છુપાવે છે કાંતો છુપાવવુ પડે તેવુ લેબર શાખામા થાય છે તેવી શંકા જાણકારોની છે.
-અધુરા પત્રક….જવાબદારો હાજર ન રહે
સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવ કર્યો કે લેબર શાખા કોર્ટ કેસ મામલે કોર્પોરેશનના હિતમા કોઇ જવાબદારને હાજર નથી રાખી શકતા માટે કોર્પોરેશનની તરફેણના બદલે વિરૂદ્ધમા ચુકાદા આવે છે, તેમજ પત્રકો કેસવાઇઝ ચુકાદા વાઇઝ કેમ રજુ નથી કર્યા?? આસામી વાઇઝ કેસના સ્ટેટસની વિગત કેમ નથી?? વગેરે સવાલ દર વખતની જેમ ફરીથી કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીએ કરી રિપ્લાયની તાકીદ કરી છે.