Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં અમુક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો શહેર જીલ્લાના કેટલાય ગામો એવા છે જ્યાં માત્ર ઝાપટાઓ જ પડે છે, અને હવે વરસાદ ખેંચાતા લોકો પણ ચિંતિત થયા છે, એવામાં જામનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના સતાવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો.. જામજોધપુર તાલુકાના સમાણા ગામે દોઢ ઇંચ, શેઠવડાળા અને વાંસજાલીયામાં અડધો અડધો ઇંચ, ધુનડામાં 2 ઇંચ, ધ્રાફામાં સવા બે ઇંચ, જયારે લાલપુર તાલુકાના પીપરટોળા અને પડાણામાં એક એક ઇંચ, ભણગોરમાં સવા બે ઇંચ, મોટા ખડબા અને ડબાસંગમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.