Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા અઢી દાયકા એટલે કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાશનની ધુરા સંભાળી રહ્યું છે, અને તાજેતરમાં જ યોજાયેલ ચુંટણીમાં પણ 50 બેઠકો સાથે ભવ્ય વિજય ભાજપે હાંસલ કર્યો… વિજય બાદ કોણ મેયર થશે અને કોણ હોદેદારો બનશે તે અંગેની અટકળો ચાલી રહી હતી, અને આ તમામ અટકળોનો આજે ટાઉનહોલ ખાતે યોજાયેલ બેઠકમાં આવી ચુક્યો છે. જેમાં આગામી અઢી વર્ષની જામનગર મહાનગરપાલિકાના હોદેદારોની ટર્મ માટે મેયર તરીકે બીનાબહેન કોઠારી ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મનીષ કટારીયા શાશક જૂથ નેતા તરીકે કુસુમ પંડ્યા દંડક તરીકે કેતન ગોસ રાણી ના નામોની પક્ષ દ્વારા જાહેરાત કરી દેવામાં છે.