ધનતેરશથી ભાઈબીજ સુધી દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો સમય રહેશે આ મુજબ

તમે પણ જાણી લો..

ધનતેરશથી ભાઈબીજ સુધી દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો સમય રહેશે આ મુજબ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

વિશ્વપ્રસિદ્ધ ચાર ધામોમાંનું એક યાત્રાધામ એટલે દ્વારકા...વર્ષ દરમિયાન અહી લાખો ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે, ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન પણ દ્વારકા મંદિરે ભાવિકોનું ઘોડાપુર કાળીયાઠાકર ના દર્શન કરવા માટે ઉમટી પડશે, ત્યારે દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા એક વિજ્ઞપ્તિ જાહેર કરાઈ છે જેમાં આ દિવસો દરમિયાન દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે.

જેમાં ૨૬ ઓક્ટોબર ધનતેરશના રોજ શ્રીજીના દર્શન નિત્યક્રમમુજબ, ૨૭ ઓક્ટોબર રૂપચૌદશના દિવસે મંગલા આરતી સવારે ૫:૩૦ કલાકે અને અનોસર (મંદિરબંધ)બપોરે ૧:૦૦ કલાકે,  ૨૭ ઓક્ટોબર દીપાવલી ના દિવસે ઉત્થાપન દર્શન સાંજે ૫:૦૦ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮:૦૦ કલાકે, અનોસર રાત્રે ૯:૪૫ કલાકે, ૨૮ ઓક્ટોબર નુતનવર્ષના દિવસે મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે, ગોવર્ધન પૂજા સવારે ૧૧:૩૦ કલાકે, અનોસર બપોરે ૧:૦૦ કલાકે, અન્નકૂટ દર્શન સાંજે ૫:૦૦ કલાકે અને અનોસર રાત્રે ૯:૪૫ કલાકે, જયારે ૨૯ ઓક્ટોબર ભાઈબીજના દિવસે મંગલા આરતી સવારે ૭:૦૦ કલાકે અનોસર ૧:૦૦ કલાકે જયારે સાંજનો સમય નિત્યક્રમ મુજબ રહેશે.