ખંભાળીયા લોકમેળામાં ભાવોમાં લૂંટફાટ વચ્ચે જુગારના હાટડા

મામલતદારે પણ કરી હતી તપાસ

ખંભાળીયા લોકમેળામાં ભાવોમાં લૂંટફાટ વચ્ચે જુગારના હાટડા

mysamachar.in-દેવભૂમિ દ્વારકા: 

ખંભાળીયાના લોક મેળામાં  ગેરકાયદેસર આનંદ મેળા જેવી પ્રવૃતિઓ ઉપરાંત લોકો પાસેથી પાર્કિંગના નામે રાઈડમા બેસવા અંગે બેફામ લૂંટ ચલાવવાંમાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે,

મળતી વિગત મુજબ ખંભાળીયાના શીરું તળાવ નજીક દર વર્ષે યોજાતા લોકમેળામાં આ વખતે પણ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય તેમ પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ બાદ મામલતદાર વૈષ્ણવએ તપાસ કરતાં મેળામાં પાર્કિંગના રાત્રીના ૧૦૦ રૂપિયા અને દિવસના ૩૦ રૂપિયા જેવા ઉઘરાણા કરવામાં આવતા હોવાથી બંધ કરાવવામાં આવ્યા હતા,

જ્યારે ખંભાળીયાના આ લોકમેળો મનોરંજન માટે હોય જુગારની પ્રવૃતિઓ પણ બેરોકટોક આનંદમેળાના નામે ચાલતી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે ત્યારેજ ખંભાળીયા પોલીસ દ્વારા મેળામાં જુગાર રમાડતા જામનગરના સીદીક સલીમ રાજકોટીયા,સાફિક અજીજ લખાને મેળામાં સાબુની ગોટીઓમાં પૈસા બાંધી પ્લાસ્ટીકની રીંગો ફેકાવી તથા સ્ટીલના ગ્લાસ બોલથી પડાવીને પૈસા લગાડાવી જુગાર રમાડતા રોકડા ૧૦૫૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને સમીર અયુબ દોચકી,સરીફ પટણી નામના શખ્શો પોલીસને જોઈ જતાં નાસી ગયા હતા પોલીસે આ ચારેય શખ્શો વિરુદ્ધ મેળામાં જુગારની પ્રવૃતિ કરતાં હોય ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે,

આમ ખંભાળીયામાં મેળાનો આજે છેલ્લો દિવસ હોય આ મેળાના છેલ્લા દિવસે લૂંટફાટ થવાની શક્યતા વચ્ચે તંત્રએ હાથ ઊચા કરી લીધા હોય તેમ આ મેળો લૂંટ મેળો બની જવા પામ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.