ભાડાના ફ્લેટમાં ચાલતો હતો ગોરખધંધો, હોમગાર્ડ જવાનની પણ સંડોવણી

પતિ-પત્ની બહારથી છોકરીઓને પ્રલોભન આપી બોલાવતા

ભાડાના ફ્લેટમાં ચાલતો હતો ગોરખધંધો, હોમગાર્ડ જવાનની પણ સંડોવણી

Mysamachar.in-બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં આવેલા એક ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનું ચલાવતા પતિ-પત્ની અને એક હોમગાર્ડ સહિત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. જે મામલે ડીસા દક્ષિણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .ડીસાના લાટી બજાર વિસ્તારમાં પણ આ પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી હોવાની માહિતી મળતા જ ડીસા વિભાગના ડીવાયએસપી ડો. કુષલ ઓઝા અને ડીસા દક્ષિણ પોલીસની ટીમે મહાલક્ષ્મી ફ્લેટમાં દરોડા પાડયા હતા. જ્યાં એક પતિ-પત્ની ભાડેથી ફ્લેટ રાખીને કૂટણખાનું ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું.

ફ્લેટમાં રેડ કરતા જ આ પતિ-પત્ની બહારથી છોકરીઓને પ્રલોભન આપી બોલાવતી હતી અને આ છોકરીઓ જોડે શરીરસુખ માણવા માટે ગ્રાહકોને બોલાવ્યા હતા. 500 રૂપિયામાં છોકરીઓના દેહ વેપાર કરાવતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટમાંથી એક હોમગાર્ડ પણ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલો ઝડપાયો હતો. જેથી પોલીસે આ કુંટણખાનું ચલાવતા અને તેની સાથે સંકળાયેલા પતિ, પત્ની, એક હોમગાર્ડ સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી છે. જેઓની પાસેથી કોન્ડોમ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જ્યારે આરોપીઓ સામે ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.