જામનગરની બિલ્ડર લોબીમા ઉથલપાથલ...

કોને તારશે?કોને ડુબાડશે?બિચ્ચારા ગ્રાહકના લેવાતા ગેરલાભ

જામનગરની બિલ્ડર લોબીમા ઉથલપાથલ...
symbolic image

Mysamachar.in-જામનગર:

જામનગરમા અમુક મોકાની અમુક લગડી જમીનો રીયલ એસ્ટેટના મહારથીઓ ધરાવે છે, પરંતુ વૈશ્વિક મંદી આ ક્ષેત્રમાં હોઇ તે જમીનોને લગત કામો કઢાવવાની ખેંચતાણ અને લગત ફાઇલોના નિકાલ પણ ઝડપથી થઇ ન રહ્યાના અસંતોષ પણ ચબરાકોથી છુપા રહી શકતા નથી  તો બીજી તરફ કેન્દ્ર સરકાર સુધી લાગુ પડતા હોય તેવા જમીનોના રોકાણ અમુકના રોકાણા છે તો અમુક ને વળી ઉપરછલ્લી નિરાંત છે, હાલારના સેકન્ડ કેડર અને થર્ડ કેડર ડેવલપર તેઓ બાંધકામમા મલાઈ ભાળી ગયા બાદ વેંચાણ તો ઠીક અપેક્ષા મુજબ બુકીંગ પણ ન થયા હોઇ મુઝાણા છે અને કોર્પોરેશન સહિત સરકારી વિભાગોના કામોમા પણ મંદી છે, બીજી તરફ રસપ્રદ અને જાણવા જેવી અને ચબરાકોની નજરમા આવ્યુ છે તેમ બિલ્ડરો ડેવલપરો સરકારી કોન્ટ્રાક્ટ તરફ વળ્યા છે અને જેમ જુજ લોકો જ જાણે છે હાલ છેલ્લા બે વર્ષમા આરોગ્ય ક્ષેત્રના કામ કરનારાઓને બખ્ખા છે જોકે એ ખુબ માનીતા લોકો છે જે જુજ છે અને તેમના કામના ખાસ ઇન્પેક્શન પણ થતા નથી

ઉપરાંત કાવા દાવાનુ ક્ષેત્ર જોઇએ તો જેમને જંગી રોકાણ કર્યુ છે ખાસ કરીને જામનગરની ચો તરફની જમીનોમા તેની જમીનો ક્લીયર થવામા અનેક કારણસર વિલંબ થાય છે,અમુક બિનખેતીની ફાઇલો પેન્ડીંગ છે કેમકે ડીડીઓ અને કલેક્ટર બંને કડક છે ( જો કે અમુક નિયમીત આ કચેરીના પગથીયા ઘસતા રહે છે) ઉપરાંત કોર્પોરેશનની ટી.પી. સ્કીમથી થનારા પરોક્ષ લાભ માટે અમુક માથા રાહ જોઇ રહ્યા છે, એકંદર રીયલ એસ્ટેટના સમીક્ષકો ના જણાવ્યા મુજબ બીલ્ડર લોબીના અગ્રણીઓ એ હાલ મોટા પ્રોજેક્ટ સ્થગીત રાખી સલવાયેલો માલ ક્લીયર કરાવવામા પડ્યા છે, બીજી તરફ ખુબ મોટી ડીબેટનો વિષય એ છે કે ખાસ કરીને અમુક  ડેવલપરો તો જાણે લુંટી જ લેવુ જ  છે તેમ રૂપકડા બ્રોશરો બનાવી અમુક ગ્રાહકોને જાળ નાંખે છે અને જેમ ઘણા કિસ્સાઓમા થયુ તેમ બાદમા સલવાયા કે છેતરાયાનો અનુભવ અમુક જમીન મકાન ખરીદનારો મધ્યમ વર્ગ અનુભવે છે તેની તરફેણ ની ઝુંબેશ શરૂ થાય તો નવાઇ નહી.