રાજ્યના 20 જિલ્લાઓની હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન જ નથી.!

આરોગ્યના બણગા વચ્ચે વાસ્તવિકતા

રાજ્યના 20 જિલ્લાઓની હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન જ નથી.!

Mysamachar.in-ગાંધીનગર

વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું છે, હવે થોડા જ દિવસો સત્રને બાકી છે ત્યારે કેટલાક આશ્ચર્ય પમાડે તેવા જવાબો સામે આવી રહ્યા છે, વિવિધ રોગોમાં શરીરની વધુ જાણકારી માટે ઉપયોગમાં લેવામાં આવતા સીટી સ્કેન રાજ્યના 20 જિલ્લાઓની હોસ્પીટલમાં નહી હોવાનું સામે આવ્યું છે, વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછાયેલા સવાલમાં નીતિન પટેલે આપેલા જવાબમાં જણાવ્યાં અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, પંચમહાલ, અરવલ્લી, કચ્છ, બોટાદ, ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં એક પણ સિટી સ્કેન મશીન નથી. જ્યારે જૂનાગઢ, પોરબંદર, ખેડા, મોરબી, ભાવનગર, સુરત, સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, દાહોદ અને પાટણ જિલ્લામાં એક-એક સીટી સ્કેન મશીન છે.