જામનગર:જીલ્લાના એક પણ તાલુકામાં પાણીની વિકટ સ્થિતિ નથી:આર.સી.ફળદુ

પાણીની સમસ્યાને લઈને મળી હતી બેઠક..

જામનગર:જીલ્લાના એક પણ તાલુકામાં પાણીની વિકટ સ્થિતિ નથી:આર.સી.ફળદુ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં ઉનાળાનો બાકી સમય પીવાના પાણી માટે કાઢવો કદાચ અઘરો પડશે ત્યારે જામનગરના જ બે મંત્રીઓ આર.સી.ફળદુ,હકુભા જાડેજા અને સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની બેઠક જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી,

બે કલાક જેટલો સમય ચાલેલી આ બેઠકમાં સમગ્ર શહેર અને જીલ્લાની પાણીની સ્થિતિ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી અને મંત્રીઓ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી,સાથે જ સ્થાનિક તંત્ર ને કોઈપણ તાલુકામાં પાણીની અગવડતા ના પડે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કોઈપણ જાતની રાહ જોયા વિના કરવા પણ આદેશો આપી દેવામાં આવ્યા નું મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું.

એક તરફ સરકાર ટેન્કર રાજ ખત્મ કરવાની વાતો કરે છે તો બીજી બાજુ ગઈકાલે બેઠક પૂર્ણ થયા બાદ મંત્રી આર.સી.ફળદુએ મીડિયા સાથેની વાતચીતમાં અનેકવાર કહ્યું કે જે જગ્યાએ પાણીની લાઈન ના હોય ત્યાં ટેન્કર પહોચાડો,આમ એક તરફ ટેન્કરરાજ ભૂતકાળ બની ગયાની વાતો તો બીજી બાજુ ટેન્કરો ચાલુ કરવાની સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવે તેને શું માનવું.?

તો કૃષિમંત્રી આર.સી.ફળદુએ એવો પણ દાવો કર્યો કે આજની સ્થિતિએ જીલ્લાના કોઈ પણ તાલુકામાં પાણીને લઇને વિકટ સમસ્યા નથી,ત્યારે ગઈકાલે કૃષિમંત્રીના વતનના ધારાસભ્ય જ કલેકટર કચેરી ખાતે પાણી અને ઘાસચારાની વ્યવસ્થાને મુદ્દે આવેદનપત્ર આપવા પહોચ્યા હતા તે શું હતું.?