રાજ્યની RTO કચેરીઓમા આટલી જગ્યાઓ છે ખાલી..

સૌથી વધુ અમદાવાદ આરટીઓમાં...

રાજ્યની RTO કચેરીઓમા આટલી જગ્યાઓ છે ખાલી..
file image

Mysamachar.in-ગાંધીનગર

લોકોના સીધા જ સંપર્કોવાળી રાજ્યની RTO કચેરીઓમાં 45 ટકા જગ્યાઓ ખાલી હોવાનો એકરાર વિધાનસભામાં સરકારે કર્યો છે, રાજ્યની RTO કચેરીઓમાં 1203 જગ્યાઓ ભરાયેલી છે અને 989 જેટલી જગ્યા ખાલી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં લેખિત પ્રશ્નોતરીમાં ગુરુવારે રાજ્ય સરકારે આ માહિતી પુરી પાડી આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ટોણો માર્યો છે કે, રાજ્યમાં લાખો બેરોજગારો રોજગારી માટે સરકારી નોકરીઓની રાહ જુએ છે, પણ આરટીઓ કચેરીમાં વર્ષોથી મોટા પાયે જગ્યાઓ ખાલી હોવાના કારણે નાગરિકોને વહીવટી કામગીરી સેવાઓ સમયસર મળતી નથી, લોકોના આરટીઓના નાના મોટા કામ માટે વારંવાર ધક્કા ખાવા પડતાં હોય છે. સરકારે તાકીદે આ જગ્યાઓ પર ભરતી કરવી જોઈએ. સૌથી વધુ ખાલી જગ્યા અમદાવાદ જિલ્લામાં 154 છે. રાજ્યની અમદાવાદ આરટીઓમાં 154, સૂરત-83, વડોદરા-72, રાજકોટ-57, કચ્છ-54, બનાસકાંઠા-53, વલસાડ-51 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.