ગણેશ સ્થાપન,વિસર્જનને લઈને ૮ પ્રકારના છે પ્રતિબંધો

તંત્રએ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

ગણેશ સ્થાપન,વિસર્જનને લઈને ૮ પ્રકારના છે પ્રતિબંધો

mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર રાજયમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે જામનગર જીલ્લા અધિક કલેક્ટર દ્વારાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન,ઊચાઇ,અને વિસર્જનને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરી દરેક નાગરિકોએ અમલવારી કરવા જરૂરી સૂચના આપી છે,

આ જાહેરનામા હેઠળ પ્રતિબંધિત કૃત્ય કરવા પર મનાઈ ફરમાવામાં આવી છે જેમાં (1) પૂર્વ મંજૂરી વિના ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં (2)શ્રી ગણેશજીની પી.ઑ.પી.તથા ફાઈબરની મુર્તિ બેઠક સહિતની ૫ ફૂટથી વધુ ઊંચાઈની બનાવવી નહીં કે સ્થાપન કરવી નહીં તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવું નહીં (૩)મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવી કોઈ નિશાનીઓ રાખવી નહીં (૪)મૂર્તિઓ બિનવારસુ હાલતમાં મૂકી શકાશે નહીં (૫)સક્ષમ સત્તા મંડળએ મુર્તિ વિસર્જન માટે નક્કી કરેલ સ્થળ સિવાય કોઈપણ જગ્યાએ મુર્તિ વિસર્જન કરવું નહીં(૬)કૃતિમ તળાવો બનાવ્યા સિવાય ડેમ,નદી,તળાવો,કૂવામાં કે સમુદ્રમાં મુર્તિ વિસર્જન થઈ શકશે નહીં (૭)૧૨ ફૂટથી વધારે ઊંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહીં અને વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશની પ્રતિમાની ઊંચાઈ કુલ ૧૫ ફૂટથી વધારે રાખવી નહીં (૮)મૂર્તિકારોએ જે જગ્યાએ મુર્તિ બનાવે છે ત્યાં ગંદકી કરવી નહીં,

આમ જાહેર હિતમાં પર્યાવરણ,સર્વોચ અદાલતના વખતો વખતના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જામનગર શહેર સહિત જીલ્લાના તમામ નાગરિકોને તકેદારી રાખવા જણાવ્યુ છે.