જામનગર:ચોરોએ ચોકીદાર પર હુમલો કરતાં ચોકીદાર ગંભીર..

પોલીસે શરૂ કરી તપાસ

જામનગર:ચોરોએ ચોકીદાર પર હુમલો કરતાં ચોકીદાર ગંભીર..

Mysamachar.in-જામનગર:

જામનગરના હાપા નજીક આવેલા જય દ્વારકાધીશ મોટર્સ બજાજ ના શોરૂમમાં ગતરાત્રીના ત્રણેક વાગ્યા આસપાસ ચાર જેટલા ચોર ઇસમો શોરૂમમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા,અને ચોરી ને અંજામ આપે તે પૂવે શોરૂમના ચોકીદાર રતનસિંહ વાઘેલા જાગી જતા તેવોએ ચોરોને ભગાડી મુકવામાં સફળ તો રહ્યા પરંતુ આવેલ ચાર જેટલા ચોર ઇસમોએ રતનસિંહ પર હુમલો કરતાં તેવોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોય હાલ તેવોની રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,

બનાવને પગલે એએસપી ચૌધરી સહિતની પોલીસ ટીમનો કાફલો સવારે શોરૂમ ખાતે દોડી ગયો હતો,અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.