જામજોધપુરમાં તસ્કરોનો તરખાટ, લાખોની કિમતના સોનાની ચોરી, તસ્કરો CCTV નું DVR પણ સાથે લઇ ગયા

એલસીબી સહિતની ટીમો જામજોધપુર પહોચી

જામજોધપુરમાં તસ્કરોનો તરખાટ, લાખોની કિમતના સોનાની ચોરી, તસ્કરો CCTV નું DVR પણ સાથે લઇ ગયા

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાના જામજોધપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યાની એક ઘટના સામે આવતા જીલ્લાની પોલીસ દોડતી થઇ ગઈ છે, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે જામજોધપુર ટાઉનના ભુતમેડી વિસ્તારમાં આવેલ એક બંગાળી કારીગર જે સોનાચાંદીના દાગીના બનાવે છે તેને ત્યાંથી તસ્કરોએ અંદાજે 25 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કર્યાનું આજે સવારે સામે આવતા જામનગરથી એલસીબી પીએસઆઈ કે.કે.ગોહિલ સહિતની ટીમ પણ દોડી ગઈ છે, જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે અંદાજે 25 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થઇ હોવાનું પ્રાથમિક સામે આવે છે, અને તસ્કરોએ લગાવેલ સીસીટીવી કેમેરાને ઉચા કરી દઈ સીસીટીવીના ડીવીઆરની પણ ચોરી કરી સાથે લઇ ગયા છે.

પોલીસની જુદી જુદી ટીમો આ અંગે અલગ અલગ દિશાઓમાં અલગ અલગ પાસાઓ પર તપાસ કરી રહી છે. અને ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળે છે. ચોરાયેલ દાગીનાઓની અંદાજીત કીમત 10 લાખ જેવી થવા જાય છે, બનાવની ગંભીરતાને જોતા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈએ પણ સ્થળ તપાસ અર્થે જામજોધપુર ખાતે પહોચી અને ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.