વાલ્કેશ્વરીનગરીમાં તબીબના ઘરના તાળા તૂટ્યા, 251 ડોલર સહીત સોનાચાંદીના દાગીનાની ચોરી

હાલ તબીબ અમદાવાદ ખાતે ફરજ બજાવે છે

વાલ્કેશ્વરીનગરીમાં તબીબના ઘરના તાળા તૂટ્યા, 251 ડોલર સહીત સોનાચાંદીના દાગીનાની ચોરી

Mysamachar.in-જામનગર

જામનગરના પોશ માનવામાં આવતા એવા વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં તબીબના ઘરના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ હાથ અજમાવ્યો છે, અને અમેરિકન ડોલર સહીત સોનાચાંદીના દાગીના ચોરી થયાની પોલીસ ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા આસપાસના સીસીટીવી સહિતની મદદથી તપાસ આરંભી છે, પોલીસ ફરિયાદ પર નજર કરવામાં આવે તો....

મૂળ જામનગરના વિવેક પ્રવીણચંદ્ર કક્કડ નામના તબીબ અમદાવાદમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે,અને તેમના માતાપિતા જે જામનગર વાલ્કેશ્વરીનગરી ખાતે વસવાટ કરે છે, પણ તેવો પણ હાલ અમદાવાદ હોય તેવામાં પાછલા બે દિવસના સમયગાળા દરમિયાન આ બંધ મકાનના દરવાજાના નકુચા તોડી કોઈ શખ્સો અંદર ઘુસ્યા હતા. અંદર ઘુસેલા તસ્કરોએ રૂમના કબાંટમા રાખેલ રૂપિયા 1.31 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા 37000 તથા 251 અમેરીકન ડોલર કુલ 1.68 લાખની ચોરી કરી લઇ ગયાનું સામે આવતા વિવેકભાઈએ આ અંગેની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.