Mysamachar.in-જામનગર
તાજેતરમાં જ માત્ર મંદિરોમાં જ ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી, ત્યાં જ વધુ એક વખત તસ્કરોને નિશાને મંદિર આવ્યું છે, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે બાવીસી માતાના મંદિરને બે તસ્કરો નિશાન બનાવ્યું છે, મંદિરમાં થયેલ આ ચોરીની ઘટના મંદિરમાં જ લાગેલ CCTVમાં કેદ થઇ ગઈ છે. જેમાં તસ્કરો કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપે છે તે બતાઈ આવે છે, મંદિરમાં ઘુસેલા તસ્કરો કુલ એક લાખ એકવીસ હજારની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ પુજારી તુષારગીરી ગૌસ્વામીએ બે અજાણ્યા શખ્સો સામે જામજોધપુર પોલીસ મથક ખાતે નોંધાવી છે.