ચેતવણીરૂપ કિસ્સો, યુવક ટ્રેનના પાટા પર હેન્ડસ ફ્રી કાનમાં લગાવીને ચાલતો હતો આવી ગઈ ટ્રેન અને....

મોબાઈલમાં આટલા મગ્ન પણ ના બની જશો 

ચેતવણીરૂપ કિસ્સો, યુવક ટ્રેનના પાટા પર હેન્ડસ ફ્રી કાનમાં લગાવીને ચાલતો હતો આવી ગઈ ટ્રેન અને....
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

આજના સમયમાં લગભગ દરેક હાથમાં સ્માર્ટફોન છે પણ તેનો જો સીમિત ઉપયોગ કરવામાં આવે તો ખુબ સારું કહેવાય, એવામાં આજના યુવાઓતો ને તો રીતસરનું મોબાઈલનું ઘેલું લાગ્યું છે એવા મોબાઈલમાં મશગુલ થઇ જાય છે કે આસપાસની ખબર જ નથી રહેતી, એવામાં જામનગર નજીકના એક રેલ્વે ટ્રેક પર હેન્ડ્સફ્રી કાનમાં લગાવીને ચાલી રહેલ એક યુવક પર ટ્રેન ફરી વળ્યાનું સામે આવ્યું છે.

સીટી સી ડીવીઝન પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ જામનગર શહેરના કોળીનો દંગો પોલીસ હેડ ક્વાર્ટર પાછળ મંગલમ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા 21 વર્ષીય ચિરાગ રાજેશભાઇ રાઠોડ પોતાના મોબાઇલ ફોનના હેન્ડ્સફ્રી (ઇયરફોન) કાનમા લગાવી રેલ્વે ટ્રેક પર ચાલતો જતો હતો તે સમયે અકસ્માતે ટ્રેન આવી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા મરણ ગયાનું જાહેર થયું છે.