યુવતીએ સબંધ તોડી નાખતા યુવકે ફેક આઈડી બનાવી કર્યું આવું..

દ્વારકા તાલુકામાં પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ

યુવતીએ સબંધ તોડી નાખતા યુવકે ફેક આઈડી બનાવી કર્યું આવું..
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આજના સમયમાં એવું થઇ ગયું છે કે સબંધ રાખો ત્યાં સુધી સારું બાકી સામેવાળો માણસ ખરાબ...આજના સમયમાં કેટલાય યુવકો અને યુવતીઓ વચ્ચે સોશ્યલ મીડિયાના સરળ માધ્યમને કારણે સબંધો બંધાઈ જતા હોય છે, પણ આ સબંધો જયારે બગડે છે ત્યારે એકબીજાને આબરૂ ખોવાના વારા આવે છે, આવો જ એક કિસ્સો દ્વારકા પોલીસમથકે નોંધાયો છે, દ્વારકામાં જ વસવાટ કરતી યુવતી ફરિયાદી આરતી(નામ બદલાવેલ છે)યુવતીને નીતિન સુમણીયા નામના યુવકનું ચારિત્ર્ય સારૂ નહી લાગતા આરતીએ નીતિન સાથે સબંધ તોડી નાખતા અને તેમને બોલાવાનુ બંધ કરી દીધું હતું,

જેથી નીતિન આ બાબતથી ગુસ્સે ભરાયો હતો, તેથી તેને આરતીને  બદનામ કરવાના ઇરાદે પોતાની સાચી ઓળખ છુપાવી અને અન્ય નામથી ફેક ઇન્સટાગ્રામ આઇ.ડી.બનાવી અને તે ફેક આઇ.ડી. બનાવ્યા બાદ મેસેન્જરમાં સ્ત્રી સહજ મર્યાદાને ન શોભે તેવી રીતે આરતીના ચારિત્ર્ય વિરૂધ્ધ બીભીત્સ કોમેન્ટો પોતાના ફેક આઇ.ડી.થી તેને પ્રસિધ્ધ કરતા યુવતીની બદનામી થઇ રહી હોય તેણીએ દ્વારકા પોલીસ મથકમાં નીતિન સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવતા પોલીસે આ મામલે ટેકનીકલ નિષ્ણાતની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.