યુવક અને યુવતીને ઓનલાઈન ગેમ રમતા રમતા મામલો છેક અહી સુધી પહોચ્યો

બન્નેએ એકબીજાના નંબરોની આપલે કરી અને લગ્નની લાલચ આપી અને

યુવક અને યુવતીને ઓનલાઈન ગેમ રમતા રમતા મામલો છેક અહી સુધી પહોચ્યો
symbolic image

Mysamachar.in-વડોદરા

આજના સમયમાં સોશ્યલ મીડિયા પર કોઈ અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ કરવો મુસીબતને આમંત્રણ આપવા સમાન છે, આવો જ એક ચોકાવનારો કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓનલાઈન ગેમ રમવા દરમિયાન સંપર્કોમાં આવેલ મુંબઇની યુવતીને લગ્નની લાલચ આપીને છેલ્લા પાંચ મહિનાથી દુષ્કર્મ આચરનારા એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદાનુસાર ખેડા જિલ્લાનાં કપડવંજ ખાતે મેઘ પટેલ નામનો યુવાન એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.

ઓનલાઇન ગેમ રમવા દરમિયાન મુંબઇની યુવતી સાથે સંબંધ બંધાયો હતો. ત્યારબાદ સોશિયલ સાઇટ પર બંન્ને સંપર્કમાં આવ્યા હતા. જ્યાં બંન્ને ખુબ જ નજીક આવીને એકબીજાના નંબરોની આપલે થઇ હતી. મેઘ પટેલે યુવતીને લગ્નની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. તેને વડોદરા, આણંદ અને ગાંધીનગરની હોટલમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીને મેઘ પટેલે વડોદરા રેલવે સ્ટેશન બોલાવી હતી. મેઘ પોતે પણ કપડવંજથી વડોદરા આવ્યો હતો. યુવતીને સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. લગ્ન કરવાની ખાતરી આપી હોવાનાં કારણે યુવતી પણ સમર્પીત થઇ હતી. 22 ઓક્ટોબર 2020 થી 4 ફેબ્રુઆરી 2021 દરમિયાન અવાર નવાર બંન્ને મળ્યા હતા. વડોદરા ખાતેની જુદી જુદી હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. જો કે તેણે આખરે લગ્ન કરવાનો ઇન્કાર કરતા યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.