બાળકીને ઉઠાવી જનારી યુવતી ઝડપાઇ..જાણો શા માટે કર્યું આવું?

જી.જી.હોસ્પિટલમાં બન્યો હતો બનાવ

બાળકીને ઉઠાવી જનારી યુવતી ઝડપાઇ..જાણો શા માટે કર્યું આવું?

mysamachar.in-જામનગર

જામનગર જી.જી.હોસ્પિટલના ગાયનેકવોર્ડમાંથી ગતશુક્રવારે બપોરે જન્મેલી એક બાળકીને ઉઠાવીને કોઈ અજાણી યુવતી પલાયન થઈ જવાની ઘટનાથી ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો,ખુદ જીલ્લા પોલીસવડા સિંઘલ,ડીવાયએસપી જાડેજા સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને પોલીસએ આ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી,ત્યારે નવજાત બાળકીને ઉઠાવી જનાર યુવતીને પણ પોલીસે આજે ઝડપી લેવામાં સફળતા મળી છે,

આ બનાવમાં પોલીસે બાળકીને ઉઠાવી જનાર જામનગર ખોડિયાર કોલોની,નીલકમલ સોસાયટી પાછળ,કોળી દંગામાં રહેતી જયેશભાઇ વાઘેલાની પુત્રી શિલ્પાબેનની ધરપકડ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે,

વધુમાં શિલ્પાબેન વાઘેલાને છેલ્લા ત્રણ વર્ષથી એક વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોય અને ગત માર્ચ માસમાં શિલ્પાએ તેના પ્રેમી સાથે સંબંધ બાંધ્યો હતો અને તેમની સાથે લગ્ન કરવાના ઇરાદે પ્રેમીને જણાવ્યુ હતું કે હું પ્રેગ્નેંટ છું,જેને નવ માસ જેવો સમય થવા આવ્યો હોવાથી બાળક ક્યાથી લાવીશ તેવી ચિંતામાં જી.જી.હોસ્પિટલમાંથી બાળકની ઉઠાંતરી કરી પ્રેમીને બતાવવા માટે આ કૃત્ય કરેલ હોવાનું ખૂલ્યું છે,

શિલ્પાબેન આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતી હોય તેની બહેનપણી જે નર્સિંગનો કોર્સ કરતી હોય અથવા નર્સ હોય તેની પાસેથી ફોટા પડાવવાના બહાને આ ડ્રેસ લઈને આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસને કબૂલાત આપી હતી.

આ ઘટના બન્યા બાદ શિલ્પા ઘરે પહોંચી ત્યારે વાયુવેગે સોશ્યલ મીડિયામાં સમાચાર સાંભળતા પરિવારને જણાવ્યુ હતું કે કોઈ બુરખાવાળી મહિલા આ બાળક મને આપી ગઇ છે,જેથી પરિવાર તેમજ પાડોશીની સમજાવટથી આ બાળકને લઈને પોલીસમાં શિલ્પા હાજાર થઈ હતી અને પોલીસને શંકા જતા સઘન પૂછપરછના અંતે શિલ્પા ભાંગી પડી હતી અને શા માટે બાળકની ઉઠાંતરી કરી હતી તેનો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.