પતિને મામીજી સાથે આડાસબંધ, પરિણીતાએ ભરી લીધું આવું પગલું 

પતિ મામીજી સહીતનાઓ સામે નોંધાઈ ફરિયાદ 

પતિને મામીજી સાથે આડાસબંધ, પરિણીતાએ ભરી લીધું આવું પગલું 

Mysamachar.in-જામનગર:

લગ્ન બાદ આડાસંબંધોનો અંજામ હમેશા વિપરીત જ આવતો હોય છે, આવો જ એક કિસ્સો જામનગરમાં પોલીસ મથકે પહોચતા આ મામલાએ જામનગર શહેરમાં સારી ચકચાર જગાવી છે, જેમાં પતિના પોતાની મામીજી સાથે આડાસબંધ હોવાનું સામે આવતા પત્નીએ અગ્નિસ્નાન કરી લેતા હાલ તે સારવારમાં છે.

આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો એવી છે કે જામનગર જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી વૈશાલીબેન કિશોરભાઈ રાઠોડ નામની પરણીતાએ પોતાના ઘેર શરીર કપાસિયાનું તેલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં દાઝી જવાથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં હાલ તેણીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે, 

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જી.જી હોસ્પિટલ ખાતે પહોચ્યો હતો અને પરિણીતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં વૈશાલીબેને તેનો પતિ કિશોર રણછોડભાઈ રાઠોડ કે જેને મામીજી ચંપાબેન ધરમશી સોનગરા સાથે આડા સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો જે બંને વચ્ચેના સંબંધના કારણે તેણીને પતિ કિશોર મારકુટ કરતો હતો. મામીજીના બે પુત્રો ભરત અને મયંક પણ મારકુટ કરી ત્રાસ આપતા હોવાથી તમામના ત્રાસના કારણે અગ્નિ સ્થાન કરી લીધું હોવાનું જણાવ્યું હતું. વૈશાલીબેનના નિવેદન પરથી પોલીસે તેના પતિ કિશોર રાઠોડ ઉપરાંત મામીજી અને તેના બે પુત્રો ભરત અને મયંક સામે આઈપીસી કલમ 498A, 323, 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.