વોર્ડ નંબર 12માં કોંગ્રેસ સિવાય કોઈ વાત જ નહી...કારણ કે મતદારોએ લડાયક નેતા અલ્તાફ ખફી અને જેનબબેન ખફીને આપ્યો છે જીતનો વિશ્વાસ

બન્ને નેતાઓએ લોકોના પ્રશ્ને અનેક લડતો આપી છે.

વોર્ડ નંબર 12માં કોંગ્રેસ સિવાય કોઈ વાત જ નહી...કારણ કે મતદારોએ લડાયક નેતા અલ્તાફ ખફી અને જેનબબેન ખફીને આપ્યો છે જીતનો વિશ્વાસ

Mysamachar.in-જામનગર

જામનગર મનપાના ગતટર્મના વિપક્ષ નેતા અલ્તાફ ખફી...એક એવું વ્યક્તિત્વ છે કે જે લોકોનું સુખ હોય કે દુખ હંમેશા સાથે જ ઉભા હોય...અલ્તાફ ખફીએ ના માત્ર વોર્ડ નંબર 12 પરંતુ સમગ્ર શહેરમાં એક દિગ્ગજ નેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને અનોખી લોકચાહના ધરાવે છે, એવામાં અલ્તાફ ખફી આ વખતે પણ વોર્ડ નંબર 12માં થી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે, અને તેમની સાથે એવા જ લડાયક મિજાજના જેનબબેન ખફી જે કોઈને અન્યાય થતા જોઈ નથી શકતા અને ન્યાય અપાવવા માટે જાણીતા છે, તે સહિતની પેનલ કોંગ્રેસ પક્ષમાંથી લડી રહી છે, ત્યારે આ બન્ને ઉમેદવારોને પ્રચારની પણ જરૂરિયાત ના હોય તેવું એક સર્વેક્ષણ દરમિયાન તેના વિસ્તારમાંથી સામે આવ્યું છે, વધુમાં આ બન્ને ઉમેદવારો સહિતની પેનલ તો વિજયી બનશે જ સાથે હરીફોના ખાતા પણ આ વોર્ડમાંના ખુલે અને મતપેટીઓ અલ્તાફ ખફી અને જેનબબેન ખફીના પ્રેમ લાગણી અને સક્રિયતા જોતા મતદારો તેની તરફેણમાં ભરી દે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે,

અલ્તાફ ગફારભાઇ ખફીએ વોર્ડ નંબર 12ના વિસ્તારનો બોલતો ચેહરો છે, નાની ઉમરે જ લોકો માટે કઈક કરી છૂટવાની ભાવના અલ્તાફભાઇમાં હતી અને તે કાયમ જાળવી રાખશે તેમ કહે છે, કોંગ્રેસ પક્ષે વોર્ડ નંબર 15 માં ચુંટણી લડવા આદેશ આપતા તેમાં જેની બહુમતીથી પેનલ સાથે વિજેતા થયા. ત્યાર બાદ ગત ટર્મ વર્ષ 2015 માં બીજી ટર્મમાં વોર્ડ નંબર 12 માં ઉમેદવારી નોંધાવી જંગી બહુમતીથી વિજેતા થયેલ. હાલ વર્તમાન મ્યુ.કોર્પો.ની ચુંટણીમાં વોર્ડ નં.12 માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે.સતત 2 ટર્મથી લોકોનો મતરૂપી પ્રેમ અંકે કરવામાં અલ્તાફ ખફી સફળ રહ્યા છે,

અને તેના કારણે જ તેવોએ 2 વખત જામનગર મનપાના વિરોધ પક્ષના નેતાનું પદ શોભાવેલ છે. જામનગર શહેરના અનેક પ્રાણ પ્રશ્નોની રજુઆત કરીને પ્રસંસનીય કામગીરી કરેલ છે. કોરોના કાળમાં લોકોને ખુબજ મદદ કરી છે. દિવસ રાત કાર્યરત રહીયા છીએ. ના માત્ર પોતાના વિસ્તાર પણ શહેરના તથા નગરસીમમાં પ્રજાલક્ષી કાર્યો માટે તેવોએ શાશકો સામે કેટલાય આંદોલનો કરી લોકોને ન્યાય અપાવેલ છે, લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામો એલ.ઇ.ડી. લાઇટ, સી.સી.રોડ, સી.સી.બ્લોક, ભૂગર્ભ ગટર, પીવાના પાણીના પ્રશ્નો, હોસ્પીટલ, બ્લડ કેમ્પ તથા વૃધ્ધોને પેન્શન વગેરેના કાર્યો કર્યા છે. અને હજુ તેવો લોકસેવાની જ્યોત અવિરત રાખવા માંગતા હોય તેવોએ આ વોર્ડ નંબર 12 ની કોંગ્રેસની પેનલને મત આપવા અપીલ કરી છે.

વોર્ડ નંબર 12 ના આવા જ બીજા મહિલા ઉમેદવાર જેનબબેન ખફી નિષ્ઠાવાન વ્યકિતત્વ ધરાવે છે. એમ.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલ શિક્ષિત મહિલા છે અને વ્યવસાયે તેવો વકિલાત કરે છે ખૂબ જ કાર્યશીલ એવા દુઆ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ તરીકે પણ તેવી કાર્યરત છે. તો જામનગર મહિલા સહકારી બેંક અને રતનબાઇ કન્યા વિધાલયના લીગલ એડવાઇઝર તરીકે સેવા આપે છે. 2015 ની કોર્પોરેશનની ચુંટણીમાં ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ વોટથી ચૂંટાયેલા અને નાતજાતના ભેદભાવ વગર સૌથી હાઇએસ્ટ કામગીરી તેમને વોર્ડ 12 માં કરી બતાવેલી છે. તેમજ સરકાર તરફથી મળતી દરેક પ્રકારની સહાયનો લાભ વિસ્તારના લોકોને મળી રહે તે માટે હર હંમેશ તત્પર રહયા છે જેમકે માં અમૃતમ કાર્ડના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, આર,ટી,ઇ,ના ફોર્મ ભરાવવા માટે ફી સેન્ટરોની શરૂઆત કરાવેલ, વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શનના કામ કરાવ્યાનું સૌ કોઈ જાણે છે,  મહિલાઓને પગભર કરવા માટે સમર કેમ્પમાં વિવિધ પ્રકારની તાલીમ અપાવેલ છે અને એ જ રીતે બાળકોના વિકાસ માટેના તાલીમ વર્ગો પણ કરાવેલા છે.

લોકડાઉનમાં ઘરે ઘરે અનાજની કીટો તો પહોંચાડે જ છે સાથે જ વિસ્તારમાં જેનબબેનની સંસ્થા દ્વારા ઘરે ઘરે ટિફિન પહોંચાડવાની ઉતમ કામગીરી કરેલ છે. વિસ્તારમાં લાઇટ લગાવવામાં જો ભેદભાવ થયા તો જેનબબેન દ્વારા પોતાની ઉપર કેરોસીન છાંટી જાન જોખમમાં મુકે અને વિસ્તારમાં પુરતી લાઇટો ફટિ કરાવેલ જો વિસ્તારમાં સફાઇ ન થતી તો જેનબબેન દ્વારા પોતાના હાથે સફાઇ શરૂ કરી દેવામાં આવેલ.’ આમ કઈક કરી છૂટવાની ભાવના જ તેનામાં હોય વિસ્તારમાં અનેક કામો દાખલારૂપ કરાવ્યા છે.

જો વિસ્તારમાં પાણી ઓછું આપવામાં આવતું તો જેનબબેન દ્વારા ત્રણ-ત્રણ ચાર-ચાર દિવસ સુધી કમિશ્નર કાર્યાલય સામે ધરણા શરૂ કરી દેવામાં આવતા તેમજ જામનગરના ઇતિહાસમાં પહેલીવાર કમિશ્નર સામે દિવસ તો પણ આખી રાત ગરીબ લોકોના રોજગાર માટે ધરણા કરનાર આ મહિલા નગરસેવિકા માટે લોકોમાં એક અનોખો આદરભાવ છે. આમ આવા નિષ્ઠાવાન અને મતદારોને ના માત્ર મતદાર પણ પોતાના પરિવારના સભ્યો માનનાર અલ્તાફભાઈ ખફી અને જેનબબેન ખફી સહિતની પેનલ વિસ્તારના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહ્યા છે અને હમેશા રહેશે તે આ વિસ્તારના લોકો સારી રીતે જાણે છે. માટે જ બન્ને ઉમેદવારોને પેનલ સહિતના માત્ર જામનગર પણ કદાચ ગુજરાતમાં સૌથી વધુ મતો મળે તો પણ નવાઈ નહિ.