ટ્રકચાલકે પોલીસવાનને મારી ટક્કર, 4 પોલીસકર્મીઓ થયા ઈજાગ્રસ્ત

અહી બની છે આ ઘટના વાંચો

ટ્રકચાલકે પોલીસવાનને મારી ટક્કર, 4 પોલીસકર્મીઓ થયા ઈજાગ્રસ્ત

Mysamachar.in-બનાસકાંઠા

પાલનપુર તાલુકા પોલીસની વાનને અકસ્માત નડ્યો છે, અને તેમાં 4 જેટલા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે, પાલનપુર તાલુકા પોલીસની મોબાઇલ વાન GJ.08.GA.1239માં મોડીરાત્રીના ખેમાણા ટોલ પ્લાઝાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે હાઇવેની ડાબી સાઇડે કંઇક શંકાસ્પદ જણાતાં ગાડી ઉભી રાખી ચેક કરવા ઉતરતા હતા. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા કન્ટેનરનં.HR.55.AA.3509ના ચાલકરાજસ્થાનના ઝુંઝનુ જીલ્લાના ઉદેપુરવાટી તાલુકાના જોધપુરાના રોહીતાસભાઇ જાબરમલ માળીએ પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારી હતી.જેથી ગાડી આગળ ઉભેલા ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ચારેય પોલીસ કર્મીઓને ઇજાઓ થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.