Mysamachar.in-જામનગર
જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તા પર અન્નપુર્ણા ચોક નજીક આજે બપોરના સુમારે આવી રહેલા એક ટ્રક GJ-10-TV-5414 નું વ્હીલ નીકળી જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક ડિવાઈડર પર ચઢી ગયો હતો આ ઘટનાથી આસપાસ થોડીવાર પુરતી ભાગદોડ મચી હતી અને આસપાસના સ્થાનિકો સહિતના ટોળા અહી એકત્ર થઇ ચુક્યા હતા, જો કે મળતી માહિતી પ્રમાણે ચાલકનો આબાદ બચાવ થયો હતો.