પેટ્રોલપંપ પર કર્મચારીની નજર ચુકાવી ત્રિપુટી એક લાખથી વધુ રકમ ઉસેડી ગઈ..

ગુન્હો નોંધાયા બાદ તપાસ શરુ

પેટ્રોલપંપ પર કર્મચારીની નજર ચુકાવી ત્રિપુટી એક લાખથી વધુ રકમ ઉસેડી ગઈ..
symbolic image

My samachar.in:-મોરબી

મોરબીમાં નજર ચુકવી અને ચૂનો લગાડી ફરાર થતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ અમરરતન પેટ્રોલપંપમાં બાઈકમાં પેટ્રોલ પુરાવવાના બહાને આવેલ બે પુરુષ અને સ્ત્રીએ નજર ચુકાવી પેટ્રોલ પંપના ટેબલના ખાનામાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની રકમની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર ફરિયાદી લિશાંત ત્રિભુવન દલસાણીયના લીલાપર ચોકડી પાસે અમરરતન પેટ્રોલ પંપમાં શુક્રવારના રોજ બપોરના સાડા બારેક વાગે બજાજ ડીસ્કવર મોટર સાયકલમાં અજાણ્યા બે પુરુષો અને એક સ્ત્રી પોતાની બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા. ત્યારે એકબીજાની મદદગારી કરીને પેટ્રોલપંપના ટેબલના ખાનામાં થી પેટ્રોલ ડીઝલ વેચાણના એક લાખ રૂપિયાની ચોરી કરી નાશી છૂટ્યો હતા. ત્યારે ચોરી થયાની જાણ થતાં લિશાંત દલસાણીયાએ ફરિયાદ નોંધાવી હતી.જેને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધી ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.