Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આપણે વારંવાર ઘરફોડ ચોરી જેમાં રોકડ રકમ, દાગીના અને અન્ય ચીજવસ્તુઓની ચોરી થયાનું સાંભળતા આવીએ છીએ પણ હવે તો તસ્કરો ઘેટા બકrરા પણ ના મુકતા હોવાની એક ઘટના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સામે આવી છે, પોલીસ મથકેથી મળતી વિગતો પ્રમાણે દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા છગનભાઈ મેપાભાઈ નાંગેશ નામના રબારી યુવાનની માલિકીના રૂપિયા 12,000 ની કિંમતના ત્રણ નંગ ઘેટા તેમજ અન્ય એક આસામી લખમણભાઈ મેરામણભાઈ નાંગેશની માલિકીનું રૂપિયા 3,000 ની કિંમતનું એક બકરું ગત તારીખ 18 મીના રોજ રાત્રિના સમયે ચોરી થયાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે. આ પ્રકરણમાં કુલ રૂપિયા 15,000 ની કિંમતના ઘેટા-બકરાની ચોરી થવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધ્યો છે.