જામનગર શહેરમાં આજે જે 10 કેસ કોરોના પોજીટીવ આવ્યા તે...

જાણો સમગ્ર વિગત 

જામનગર શહેરમાં આજે જે 10 કેસ કોરોના પોજીટીવ આવ્યા તે...
file image

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા ક્યારેક એકલ દોકલ તો ક્યારેક એકીસાથે કેટલાયને કોરોના પોજીટીવ કેસો આવી રહ્યા છે,ત્યારે ગઈકાલે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ દ્વારા તેમના પરિવારના પાંચ સભ્યોને કોરોના પોજીટીવ રીપોર્ટ આવ્યા બાદ લોકહિતમાં અને કોરોના ફેલાતો અટકાવી શકાય તે માટે આગવી તકેદારીના ભાગરૂપે એક ઓડિયો મારફતે અપીલ કરી અને તેના સંપર્કોમાં પુત્રના લગ્નપ્રસંગમાં આવેલ તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે અને વધુ સંક્રમણના ફેલાય તે માટે રીપોર્ટ કરાવવા તાકીદ કરેલ જે તાકીદને પગલે જામનગરથી જીતુભાઈના પુત્રના લગ્નપ્રસંગમાં રાજસ્થાન ગયેલ લોકોએ રીપોર્ટ કરાવતા તે પૈકીના દસ લોકોના રીપોર્ટ પોજીટીવ આવ્યા હોવાનું મનપાના આરોગ્ય વિભાગના ડો.ઋજુતા જોશીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવી કહ્યું કે જીતુભાઈ લાલની અપીલ બાદ તેમના  પ્રસંગમાં ગયેલા લોકોના રીપોર્ટ કરવામાં આવતા આજે કુલ દસ લોકોના રીપોર્ટ કોરોના પોજીટીવ આવ્યા છે.