Mysamachar.in-જામનગર
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે જામનગરમાં તાપમાનનો પારો 39.0 ડિગ્રીઓ પહોંચી જતા શહેરમાં જાણે આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ શહેરીજનોએ આજે કરી રહ્યા છે, બપોરના સમયે બળબળતી લૂ સાંજ સુધી આ વાતાવરણ યથાવત રહે છે, આજે જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 39.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા જ્યારે પવનની ગતિ 5 થી 10 કિ.મી. પ્રતિકલાક હોવાનું જાણવા મળે છે.
ખાસ તો બપોરના 1 થી 4 વાગ્યાના સમયે અસહ્ય ગરમીને કારણે જનજીવન જાણે થંભી ગયું હોય તેવા દ્રશ્યો પણ શહેરમાં જોવા મળે છે, તો જેમ જેમ ગરમીનો પારો ઉપર જશે તેમ તેમ ગરમીથી બચવા શહેરીજનોએ ઠંડા-પીણા, શેરડીનો રસ સહિતને ઠંડક આપતા પીણાઓના વેચાણમાં વધારો થશે. જાણવા મળતી વિગતો મુજબ ગરમીનો પારો હજુ બે દિવસ ઉંચકાયેલો રહેશે.