જી.જી.હોસ્પીટલમા વહીવટખાડે ને અધિક્ષક પાન,તમાકુના દંડ કરવામા જ વ્યસ્ત

દર્દીઓની દયનીય હાલત

જી.જી.હોસ્પીટલમા વહીવટખાડે ને અધિક્ષક પાન,તમાકુના દંડ કરવામા જ વ્યસ્ત

Mysamachar.in-જામનગર:

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પીટલ એવી જી.જી.હોસ્પીટલમા વહીવટ ખાડે ગયો છે,અને હજુ પણ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યો છે,અને નવનીયુક્ત  સુપ્રીન્ટેન્ડન્ટ ચોથાવર્ગ સહિતના  કર્મચારીઓ જેઓ પાનમસાલા કે સીગારેટ બીડીનુ સેવન કરતા હોય તેના સ્થળ ઉપર દંડ કરવામા જ વ્યસ્ત છે,એક તો ચાર્જ સોંપાયા બાદ પોતાની ચેમ્બરમા બેસવુ આ મેડમને બહુ ફાવતુ ન હોઇ અનેક વહીવટી કામો પેન્ડીંગ રહે છે,તેવું પણ સ્ટાફવર્તુળની થઇ રહેલી ચર્ચાઓમાંથી સાંભળવા મળે છે,વળી જો બહાર રહેતા હોય તેનાથી હોસ્પીટલમા કાયમી શિસ્ત,સ્વચ્છતા,સ્ટાફની અનિયમિતતા,સલામતી વ્યવસ્થા,દર્દીઓની સાનુકુળતાઓ વગેરે બાબતે સુધારો કરાવતા હોય તો આવકાર્ય છે,પરંતુ એવુ કશુ જ થતુ નથી અને દર્દીઓ પરેશાન,ઠેર ઠેર ગંદકી( છતાય કેવાય એવુ કે મેડમ સફાઇ બાબતે બહુ સ્ટ્રીક્ટ છે),અંદર ઢોર આટા મારે,સિક્યોરીટી યોગ્ય ન જળવાય,તબીબી અને અન્ય મેડીકલ સ્ટાફની અનિયમિતતા સહિતની અનેક બાબતો અંગે ઘોર બેદરકારી દાખવતા નવા સુપ્રીન્ટેન્ડન્ટની વહીવટી અનેક  અણઆવડત ઉભરી આવી છે,

દર્દીઓ માટે સુચારૂ વ્યવસ્થાએ ટોચ અગ્રતા હોવી જોઇએ,પરંતુ જી.જી.હોસ્પીટલમા રોજ અઢી થી ત્રણ હજાર દર્દીઓઓ આમથી આમ અથડાય છે,અને મેડમ અન્ય કામગીરીમા વ્યસ્ત રહી હોસ્પિટલમા હવે  કયો ગેટ બંધ કરી શકાય તેની જ પેરવી કરવામાં વધુ  પડ્યા છે,વધુમાં તબીબો અને અન્ય  મેડીકલ સ્ટાફ ઉપર  મેડમનો  કોઇ કંટ્રોલ જ નથી કેમ કે સ્ટાફની અનિયમિતતાઓ ગેરહાજરીઓ બેદરકારીઓ અને તોછડા વર્તન સામે દર્દીઓ લાચાર કે મજબુરીની સ્થિતિમા સારવાર માટે પગે પાણી ઉતારતા હોય છે તે દયનીય દ્રશ્યો હોય છે

-એક્સરે,લેબ,સોનોગ્રાફી માટે દર્દીઓ ત્રાહીમામ...

છેલ્લા કેટલાક સમયથી દર્દીઓને સામાન્ય તકલીફ હોય તો પણ શીખાઉ ડોક્ટરો એક્સરે,સોનોગ્રાફી,લેબોરેટરી ટેસ્ટ વગેરે કરાવવા માટે લખી અપાય છે,હવે પરિસ્થિતિ એ છે કે એક્સરે અને સોનોગ્રાફીના પુરતા સાધનો નથી માટે સવારના ગયેલા દર્દીનો સાંજે માંડ માંડ વારો આવે અને એ રિપોર્ટ લઇ ડોક્ટરને બતાવવા જાય ત્યા ડોક્ટર જતા રહ્યા હોય...આવી  અનેક હાલાકી દુર કરવાની જહેમત સુપ્રિન્ટેન્ડન્ટ લેતા જ નથી તે ખુબ જ મોટી કરૂણતા છે.