પુરપાટ ઝડપે જતી કાર કન્ટેનર પાછળ ઘુસી ગઈ

અકસ્માતથી રોડ પર વાહનોના થપ્પા

પુરપાટ ઝડપે જતી કાર કન્ટેનર પાછળ ઘુસી ગઈ

My samachar.in:-મોરબી

મોરબી જીલ્લાના હળવદ માળીયા હાઈવે પર આવેલ હરીદર્શન હોટલ સામે કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો હતો. કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં આદીપુરથી અમદાવાદ તરફ જઈ રહેલા પરિવાર અકસ્માત નડ્યો હતો. ત્યારે  અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ અકસ્માતને પગલે વાહન વ્યવહાર ખોરવાતા રોડ પર એક કિલોમીટર ટ્રાફિકજામ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા અને વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.આર્ટિકા કારના ચાલકે સ્ટ્રરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર  કન્ટેનર પાછળ પાછળ ઘુસી ગઈ હતી. જેમાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું હતું. તો અકસ્માતને કારણે એક કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકજામ હળવો કર્યો હતો.અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.