માતા સાથે યુવકને આડાસબંધ હોવાની પુત્રને થઇ જાણ અને

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ની ઘટના

માતા સાથે યુવકને આડાસબંધ હોવાની પુત્રને થઇ જાણ અને

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આપણા સમાજ જીવનમાં વહેલા અને કા મોડા પણ અનૈતિક સબંધોનો અંજામ મોટાભાગના કિસ્સાઓમાં કરુણ જ આવે છે, આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં માતા સાથે આડાસબંધો અને માતા સાથે યુવકને કઢંગી હાલતમાં જોઈ જતા ગુસ્સે ભરાયેલા પુત્રએ મિત્ર સાથે મળીને માતા સાથે આડાસબંધો રાખનાર ધરિયા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો છે, આ બનાવની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરિયા ગામે 5 તારીખની મોડીરાત્રીના સમયે ખારીવાડી વિસ્તારમાં રણમલ પબા પઠાણના ઝુપડે દેવળીયા ગામના જ છગનભાઇ દેવાભાઇ વરુ નામના યુવાનની કરપીણ હત્યાનો બનાવ કલ્યાણપુર પોલીસને માલુમ પડતા dysp સહિતના અધિકારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને અને લાશનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જે બાદ પોલીસે જ્યાં આ ખૂની ખેલ ખેલાયો તે અનૈતિક સબંધમાં યુવકને ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું જેને લઈને મૃતકના ભાઈ ઘેલુભાઇ દેવાભાઇ વરૂએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈ છગન વરુને આરોપી રણમલભાઇ પબાભાઇ પઠાણની માતા લાભુબેન સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા સંબંધ બંધાયા હતા. દરમિયાન ગત 5 તારીખના રાત્રીના સાડા અગીયારેક વાગ્યે માતા અને મૃતકને આરોપી રણમલ પોતાના ઘરે કઢંગી હાલતમાં જોઇ ગયો હતો. આ બાબતને લઈને આરોપી રણમલે અન્ય આરોપી મેરુભાઇ રામાભાઇ લાડકની મદદથી મૃતક પર ધારીયા વડે હુમલો કર્યો હતો અને માથાના ભાગે જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો,બનાવની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોચેલ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ ને આધારે બન્ને શખ્સો મારનારપુત્ર અને મદદગારી કરનાર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.