સસરાના માથામાં ઇંટોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખતો જમાઈ

સસરા કાલાવડથી જામનગર દીકરીને ઘરે આવ્યા હતા...

સસરાના માથામાં ઇંટોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખતો જમાઈ

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં સબંધોના ખૂનનો એક ચકચારજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જામનગર શહેરના તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિગમાં જમાઈએ ઈંટોના ઘા ઝીંકીને સસરાની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પુત્રના મકાનના વાસ્તુ પ્રસંગનું આમંત્રણ આપવા કાલાવડથી દીકરીના ઘરે આવેલા આરએસએસ સાથે સંકળાયેલા વિજયભાઈ ભટ્ટની હત્યાથી ભારે ચકચાર મચી જવા પામી છે,

શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નં.12ના છેડે તળાવની પાળ સામે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વિજયભાઇ બી. ભટ્ટ પોતાની દીકરી ફાલગુનીબેનના ઘરે પોતાના દીકરા સચીનભાઇના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે આવેલ હતા જ્યાં  આરોપી તેમના જમાઇ મનિષભાઇ સુરેશચંદ્ર જાની સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રસંગોપાત એક બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હોય જેથી મનીષે તેની પત્નિ ફાલગુનીબેનને વાસ્તુના પ્રંસંગમાં જવા દેવા ન માંગતા હોય જે બાબતે આરોપી મનિષભાઇ જાનીએ વિજયભાઇ ભાનુશકંરભાઇ ભટ્ટ સાથે બોલાચાલી કરી માથાના ભાગે ઇંટના ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોચાડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

માથાના ભાગે ઇંટોના આડેધડ ધા ઝીંકી દેવાતા તેઓ ઘટનાસ્થળ પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. જયારે જમાઇને પણ ઇજા થયાનુ બહાર આવ્યુ છે. આ બનાવના પગલે પરીવારજનો સહિત આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા. કોઇએ 108ની ટીમને જાણ કરતા ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જે બાદ સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સસરાની હત્યા કરનાર જમાઈ મનીષ જાની સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઈ.એમ.જે.જલુ કરી રહ્યા છે.