૧૬ વર્ષે થયો પુત્રનો જન્મ,હતી ખુશી યોજાઇ મહેફિલ અને..

પછી થયું આવું..

૧૬ વર્ષે થયો પુત્રનો જન્મ,હતી ખુશી યોજાઇ મહેફિલ અને..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

સંતાનપ્રાપ્તિ માટે અનેક દંપતિઓ માનતાથી માંડીને હાલમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ IVFનો સહારો લઈ રહ્યા છે,અને તેમાં પણ ખાસ કરીને પુત્ર-પ્રાપ્તિ થાય ત્યારે પરિવારમાં અનેરો ખુશીનો માહોલ હોય છે અને અનહદ આનંદમાં આવીને અનેક પ્રકારની ઉજવણી કરતા જોવા મળે છે,તેવામાં ૧૬ વર્ષે પુત્રનો જન્મ થતા એક હોટેલમાં મિત્રોને દારૂની મહેફિલ આપીને આનંદ કરવામાં આવી રહ્યો હતો,ત્યારે જ પોલીસે રંગમાં ભંગ નાખીને ૧૩ લોકોની પોલીસે ધરપકડ કરી હોવાનો કિસ્સો અમદાવાદમા સામે આવ્યો છે,

આ બનાવની મળતી વિગત મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા નરેશભાઈને લગ્નનાં ૧૬ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો.જેની ખુશીમાં નરોડા નજીક આવેલ ખાનગી હોટેલ બુક કરાવીને રાત્રે હોટેલમાં મિત્રો માટે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.અને આ હોટલમાં મહેફિલ ચાલતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડા પાડીને નરેશભાઇ સહિત તેમના મિત્રો વગેરે મળીને કુલ ૧૩ જેટલા મહેમાનો મહેફિલ માણતા ઝડપાઇ જતા રંગમાં ભંગ પડ્યો હતો અને પોલીસે કાર્યવાહી કરીને દારૂની ૬ બોટલો વગેરે કબ્જે કરી હતી.આમ પુત્રની પ્રાપ્તિની ખુશી યોજાયેલ મહેફિલમાં પોલીસની કાર્યવાહીથી ઉજવણી નીરસ બની હતી.