ખેડૂતલક્ષી  કહેવાતા સૌનીના અબજોના કામમા હાલારમાં ભારોભાર વેઠ

સ્પેશીફીકેશન મુજબ કામ ન થતુ હોઇ હવે મંડાશે મોરચો

ખેડૂતલક્ષી  કહેવાતા સૌનીના અબજોના કામમા હાલારમાં ભારોભાર વેઠ

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ગામોની લાખો હેક્ટર જમીન માટે તેમજ અસંખ્ય જળાશયો ભરી નર્મદાના જળ ભરપુર કરવાની વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવેલી સૌની યોજના 2012 માં મંજુર થઇ અને કામ 2014 મા શરૂ થયુ જોકે ઝડપી કામ 2015 થયુ ત્યારથી વેગ આવ્યો ફરી 2017 થી ધીમુ પડેલુ કામ હવે સમયમર્યાદામા પુરૂ થાય તેમ નથી આ વિલંબ કરવામાં જ સમગ્ર કૌભાંડનો ખેલ સમાયેલો છે, તેમજ સાથે સાથે અબજો રૂપીયાના આ યોજનાના કામો હાલારમા ચાલુ છે તેમાં ભારોભાર વેઠ છે જે એક અધીકારી તો બરાબર રજેરજ જે ખોટુ થાય છે તે જાણે છે પરંતુ સૌનુ હિત હોઇ બોલતા જ નથી બધુ મુંગુ-મુંગુ વ્યવસ્થિત ગોઠવાયેલુ ચાલે છે જેમા એક તો સ્પેશીફીકેશન મુજબ ઉંડાઇ સ્લેબ પાઇપ પુરાણ કોંક્રીટ વગેરે કામો થતા નથી જેમા અબજોનો ભ્રષ્ટાચાર એ જબરી નુકસાની બીજુ પાઇપ જમીનમાં બેઠા ન હોય ગમે ત્યારે ઉપર આવે જાણે ફુટી નીકળ્યા હોય તેમ જેથી લગત ખેડુતોની જમીનમા કીંમતી પાક નાશ પામે અને જમીન ને નુકસાન થાય છે આ બંને ગંભીર મુદે હવે મોરચો મંડાવાના એંધાણ મળ્યા છે,

સૌરાષ્ટ્રની ચાર લિંકમાંની લિંક નંબર-3 જેમાં કુલ 28 ડેમ ભરવાના છે જેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ જમીન એક લાખ અઠ્ઠાણું હજાર સણસઠ એકરમાં પથરાયેલી છે જેમાં કાયમી સિંચાઇ સુવિધા સૌની પુરી થાય ત્યારે અનેક ખેડૂતોને થનાર છે. લિંક નં-3 છે, તે 245 કિલોમીટરનો વિસ્તાર છે જે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી પોરબંદર વેણુ નદી ડેમ સુધી લંબાયેલી છે જે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આવરીલેનાર હોઇ લગત વિસ્તારો માટે જીવાદોરી સમાન સાબિત થઈ શકે તેમ  છે, જેમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા ખેડૂતો હિત માટે વપરાતા રહ્યા છે કેમકે આ મોટામાં મોટી ઇરિગેશન યોજના છે જેનાથી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું અને ડેમો ભરવાના છે. પરંતુ વધુમા મળતી વિગત મુજબ કાલાવડ અને જામજોધપુર તાલુકાઓના વિસ્તારમાં બાવન કિલોમીટરની લાંબી ખેડૂતલક્ષી યોજના સરકારનો લીંક ૩નો ભાગ આકાર લઈ રહયો છે જેનું કામ હાલ ચાલુ છે.

જેમાં સરકારના ધારા ધોરણ મુજબ 2700 ડાયામીટરની લાઇન પાથરવાની છે અને આ સમગ્ર  કામગીરી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ હેઠળ થઇ રહી છે. સૌની યોજનામાં આ ચાલી રહેલ કામમાં પાઇપ જમીનમાં બેસાડવા માટે ખોદાણની ઊંડાઈ અને પહોળાઈ 4.5 મીટરમાં કરવાનો હોય છે જેનો વર્કઓર્ડર અને એસ્ટીમેટ માં પણ ઉલ્લેખ છે પરંતુ તે મુજબ કોન્ટ્રાકટરો દ્વારા પાઇપ ની પહોળાઇ ગુણવતા અને ઉંડાણનુ કામ યોગ્ય કરવામાં આવતુ નથી તેમ નજરે જોનારાઓ કહે છે. ખરેખર 1 ફૂટ તળિયામાં સારી ગુણવતાવાળી રેતી ઓરસ ચોરસ પાથરી તેની ઉપર પાઇપ 2.7 ડાયામીટરનો પાઇપ રાખવાનો હોય છે તેમજ જેમનું બેકફીલનું કવર એટલે કે પાઇપ ઉપર માટીનો ભાગ 1.2 મીટર એટલેકે ચાર ફૂટનો બરાબરનો માટીનો થર કરવો જોઇએ પરંતુ નજરે જોનારાઓ ઉમેરે છે આ કામ ચાલે છે તેમાં પાઇપની નીચેના ભાગમાં રેતી તો શું કશું નાખવામાં જ આવતું નથી માત્ર પાઇપ મૂકી નીચે કશું પણ નાખ્યા વગર પાઇપ પાણાં પથ્થરથી ઢાંકી લોટ પાણીને લાકડા જેવુ  કામ પૂરું કરી કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

જેથી ચોમાસા દરમિયાન વરસાદનું પાણી પડવાથી પાઇપ જમીનમાથી બહાર આવે છે,જે ખેડૂતોને ખેતીના ઊભા પાકમાં નુકશાન કરી ખેડૂતોને જંગી  નુકશાન કરે છે જેકોન્ટ્રાકટર ની ઘોર બેદરકારી છે. વિભાગના બાબુઓના ચોક્કસ કારણ થી આંખ મીંચામણા છે  કેમકે પાઇપના નીચેના ભાગમાં રેતી જ નહીં નાખવાના કારણે તેમજ પાઈપની ઉપર ચાર ફૂટનું માટીનું કવર નહીં કરવાના કારણે પાઇપ ઉખડી જવાના બનાવો બને છે જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે અને નાણાની બરબાદી તેમજ ખેડુતોની મહેનતના પાણી થાય છે. બીજું એ પણ  છે કે પાઇપનુ જોડાણ બરાબર કરવામાં આવતું નથી, જેમાં આર્ટીટેસ્ટ પ્રોપર કરવામાં આવતું નથી જેને કારણે બે પાઇપ વચ્ચે જગ્યા રહે છે. જેથી એરને કારણે પાઇપ ઉખડી જવાની શક્યતાઑ વધી રહી છે ઉપરાંત આવો જ ભ્રષ્ટાચારનો વધુ નમુનો એ છે કે નદી નાળા તેમજ તળાવમાથી જે પાઇપ નીકળે છે તેમાં કવોલીટીનો ગ્રેડ M-20 કરવાનો હોય છે. જે કરાતો જ નથી અને બહુ મોટો ભ્રષ્ટાચાર કરી પ્રજાના પૈસા પચાવી જઈ સૌ સાથે મળી પોત પોતાના ગજવા ભરી રહ્યા છે.

તેમજ મુખ્ય ભ્રષ્ટાચારનો મુદો એ છે કે જે પાઇપ બેસાડવા માટે ખોદાણ કરે છે તેની માટી યોગ્ય જગ્યાએ નાખવાની હોય તેના બદલે તે વેંચી મસમોટી રકમ પચાવી ભ્રષ્ટાચાર કરાઇ રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે, તેમજ જ્યાં પથ્થરાળ વિસ્તાર કે તળાવ વિસ્તારમાં કાંપ વગેરે  નીકળે છે ત્યાં ખોદાણ કરી પથ્થરો ખાણ ખનીજવાળાઓની આખમાં ધૂળ નાખી જાણ કર્યા વગર રોયલ્ટીની ચોરી કરી ઊંચા ભાવે સ્ટોનકશરવાળાઓને વહેંચી મોટી રકમ વસૂલી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે, આ સમગ્ર જગજાહેર બાબતે  જરૂર પડ્યે વીજીલન્સ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવી ભ્રષ્ટ. એજન્સી અને કોન્ટ્રાકટરો તેમજ લગત અધિકારીઓ અને સંડોવાયેલા વિરુદ્ધ પગલાં ભરવા વિધીવત ફરિયાદ આધાર પુરાવા સાથે અને સાક્ષીઓ સાથે તૈયાર થઇ રહ્યાનુ આ વિગત આપનાર સુત્રએ જણાવી ફરિયાદ ના મુસદા પણ જણાવ્યા હતા માટે જો ભ્રષ્ટ ટોળકીના તમામ નાના કે મોટા સામે ખુલ્લા પાડવા  આ જહેમત જરૂર રંગ લાવશે તેવુ સ્પષ્ટ તારણ છે, બીજી તરફ ભ્રષ્ટાચાર નિવારવા અને સો ટકા સ્પેશીફીકેશન મુજબ કામ કરાવવા મોરચો માંડવાની પણ જાણકારોએ નજરે જોનારાઓ ને સાથે રાખી તૈયારી કર્યાનુ પણ જણાવ્યુ છે.