પોલીસ તેમના સુધી ના પહોચે તે માટે તસ્કરો વિગ પહેરીને ચોરીને અંજામ આપતા

પણ પોલીસથી કોણ બચ્યું છે કે તમે બચત

પોલીસ તેમના સુધી ના પહોચે તે માટે તસ્કરો વિગ પહેરીને ચોરીને અંજામ આપતા

Mysamachar.in:સુરત

ચોરીમાં પાવરધા કેટલાક નામચીન તસ્કરો અલગ અલગ રીત અપનાવી અને પોલીસ પોતે મોટી ચોરી કરીને પોલીસને હાથ ના લાગે તે માટે અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે પણ પોલીસની નજર તેજ હોય છે અને આવી તરકીબો બાદ પણ આવી ગેંગો પોલીસને હાથ લાગી જ જતી હોય છે, આવી જ એક ઘટના સુરત શહેરમાં સામે આવી છે.સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગનો ત્રાસ વધી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરમાં ચોરી કરી આતંક મચાવતી કુખ્યાત ચીકલીગર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ છે. આ ગેંગના નાનકસિંગ ચીકલીગર તેમજ અન્ય બે માણસો ચોરીની મોટરસાયકલ સાથે ભેસ્તાન ગાર્ડન નજીક આસારામજી સોસાયટી ખાતેથી પસાર થવાના છે. જે આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી તપાસ કરતા પોલીસે નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ ઉર્ફે જોગેન્દ્ર સિંગ ઉર્ફે રોશન સિંગ ટાંક (ચીકલીગર), ઋત્વિક સિંગ નાનકસિંગ ઉર્ફે કુલદીપ સિંગ ટાંક (ચીકલીગર), જગવીરસિંગ ઉર્ફે જસબીરસિંગ રાજેશસિંગ ટાંક (ચીકલીગર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીની મોટરસાયકલ, કાર, સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કુખ્યાત ચીકલીગર ગેંગની ધરપકડ કર્યા બાદ તેની તપાસ કરતા સુરત શહેરમાં ચોરીઓને અંજામ આપેલ 20થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. પોલીસે ગેંગ પાસેથી 68,260ની કિંમતના સોનાના ઘરેણા, 6,715ની કિંમતના ચાંદીના ઘરેણા, 2.5 લાખ કિંમતની કાર, 45,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન, 10000 રોકડ રૂપિયા સહિત ચોરી કરવા વાપરતા જુદા જુદા સાધનો રેઇનકોટ માસ્ક અને વિક સહિતનો રૂ.4,84 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડેલ ચોરીને અંજામ આપતી ગેંગની તપાસ કરતાં ચોકાવનારી માહિતી સામે આવી હતી. આ ગેંગના આરોપીઓ દિવસ દરમિયાન પોતાની કાર તેમજ મોટરસાયકલ પર રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે પહેલા કાર તેમજ મોટરસાયકલની ચોરી કરતા અને ત્યારબાદ ચોરી કરેલ વાહન પર બંધ મકાનમાં જઈ નકુચો તોડી ચોરીને અંજામ આપતા હતા. હદ તો ત્યાં સુધી થઇ ગઈ કે આ ગેંગ એટલી ચબરાક હતી કે, સીસીટીવીમાં પોતાની ઓળખ ન થઈ જાય અને પોલીસ પણ તેના સુધી પહોંચી ન શકે તે માટે તમામ આરોપીઓ માથામાં વીક પહેરી લેતા હતા અને રેનકોટ પહેરીને ચોરીને અંજામ આપતા હતા.પણ અંતે પોલીસને હાથ આવી જતા કેટલાય ગુન્હાનો ભેદ ઉકેલાઈ ચુક્યો છે.